ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરકોટડા PI અને તેમના વહીવટદાર વિરુદ્ધ આક્ષેપો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા - ઝોન-3 ડીસીપી ઓફિસ

અમદાવાદના શહેરકોટડા પોલીસ પર આક્ષેપ સાથેના પોસ્ટર સરસપુર અને કાલુપુર વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. જેમાં કેટલાક દુકાનદારો પોલીસ રહેમ નજર હેઠળ 24 કલાક દુકાન ચાલુ રાખે છે. જ્યારે સામાન્ય લોકો પર પોલીસ દંડ ફટકારે છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jul 27, 2020, 12:39 PM IST

ઝોન-3 ડીસીપી ઓફિસ અને શહેરકોટડા વિસ્તારમાં બોર્ડ લાગ્યા

આ પોસ્ટરમાં પીઆઇ અને તેમના વહીવટદારો વિરુદ્ધ આક્ષેપ

અમદાવાદ : ભારતીય સામ્યવાદી પ્રજા નામના પક્ષ દ્વારા સરસપુર વિસ્તાર અને ઝોન-3 ડીસીપી ઓફિસ બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI અને તેમના વહીવટદારો વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે.

અમદાવાદ : શહેરકોટડા PI અને તેમના વહીવટદાર વિરુદ્ધ આક્ષેપો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા
પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, PI ના વહીવટદાર રાત્રિના કરફ્યુના સમયમાં પણ કેટલીક દુકાનો હપ્તા લઈને ચાલુ રાખવા દે છે. જ્યારે સામાન્ય નાગરિકો પર પોલીસ દંડો ઉગામે છે, અને લારી ગલ્લા બંધ કરાવવામાં આવે છે.આ પોસ્ટરમાં વિજય હીરાલાલ અને રામસિંહ નામના 2 વહીવટદારો અને PI વી.ડી.વાળાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોસ્ટના અંતમાં જવાબદારોની બદલી કરીને પ્રતિબંધિત ધંધા બંધ કરવા માંગણી કરવામાં આવી છે. તેમજ જો આમ નહીં થાય તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, હવે જોવાનું રહ્યું કે, પોલીસ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે.

ABOUT THE AUTHOR

...view details