- કોરોનાના સંક્રમણની તહેવાર પર દેખાઈ અસર
- તહેવારમાં પણ તમામ મંદિરો દેખાયા બંધ
- લોકોએ ઘરમાં જ રહીને રામ નવમીની કરી ઉજવણી
અમદાવાદ: બુધવારે રામનવમીના તહેવારમાં પણ શહેરના મોટા ભાગના મંદિરો બંધ જોવા મળ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાય સમયથી તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને કોરોનાનું સંક્રમણ લોકોમાં ઓછું ફેલાય. ત્યારે રામ નવમીના તહેવારને લઈને પણ મંદિરો બંધ જોવા મળ્યા હતા. લોકોએ ઘરમાં રહીને જ ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.