અમદાવાદ:પરજોય વાવાઝોડાની ગતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરથી વાવાઝોડું 590 કિલોમીટર દૂર હોવાની માહિતી સામે આવી છે. જયારે મુંબઈથી વાવાઝોડુ 620 કિલોમીટર દૂર છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દિશા બદલીને વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે. વાવાઝોડાને લઈને NDRFની ત્રણ ટીમ રવાના કરવામાં આવી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક: ગુજરાતના દરિયાકિનારે બીપોરજોય નામનું વાવાઝોડું તકરાવવાની આશંકા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ તકેદારીના ભાગ રૂપે તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોસ્ટલ કલેકટર સાથે બેઠકો કરીને સલામતી અને સુરક્ષા બાબતની રાજ્યના મુખ્યપ્રધાબ ભુપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 12 જૂની આસપાસ જોઇ વાવાઝોડું પાકિસ્તાન અને ઓમાન તરફ ફંટાઈ જશે.
દ્વારકાના 21 ટાપુઓ પર અવર-જવર બંધ: દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર-જવર પર તંત્રએ રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલો દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. થોડા સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. હાલ આવનારી 8 ઓગસ્ટ 2023 સુધી અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.
અમરેલીમાં કોસ્ટગાર્ડની ટીમો એક્શન મોડમાં: અમરેલી- સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા કોસ્ટગાર્ડની ટીમો એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમુદ્રમાં માછીમારો માછીમારી ન કરે તે માટે વિમાન મારફતે ખાનગી રાહે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. 20 મિનિટ સુધી શિયાળ બેટ જાફરાબાદ પોર્ટ વિસ્તારના દરિયા કિનારે તપાસ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં:સુરતના બંને દરિયાકાંઠે ઉચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળી રહ્યો છે.તે સાથે સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી ઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે. તો બીજી બાજુ સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પડ્યું છેકે, સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આજે સવારથી જ સુરતના દરિયાકાંઠે દરિયામાં ઉચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.
કંડલા બંદર પર બે નંબરનું સિગ્નલ: કચ્છ પર બિપોરજોય વાવાઝોડાંના તોળાતાં સંકટ વચ્ચે જિલ્લામાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે અને ઉકળાટમાં વધારો થતાં જનજીવન પણ ખોરવાયું છે. અતિ તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાયેલો આ ચક્રવાત ગુજરાતના કાંઠેથી દુર જતો હોવા છતાં તેની અસર રૂપે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તીવ્ર ઝડપે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો કચ્છના સહેલાણી બીચ માંડવી પર લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે.
રાજકોટમાં વિવિધ ટીમ સ્ટેન્ડ બાય: અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ જોવા મળી છે. આ વાવાઝોડું રાજ્યનાં પોરબંદર, દ્વારકા સહિતના દરિયાકિનારાને અસર કરે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને પીજીવિસીએલ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં પીજીવિસીએલની ટીમ દ્વારા જો વાવાઝોડામાં નુકશાની સર્જાય તો તેની અગમચેતીના ભાગરૂપે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં એવી છે. આ સાથે જ મેન પાવર અને મટીરીયલની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગિરનારમાં રોપ-વે સેવા સ્થગિત:આજે સવારે જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. સમગ્ર શહેરની સાથે ગિરનાર પર્વત પર પુષ્કળ પ્રમાણમાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેને કારણે ગિરનાર રોપવેના સંચાલકો દ્વારા તમામ પ્રકારના પ્રવાસીઓ માટે રોપવે સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનાર પર્વતની આસપાસનું વાતાવરણ રોપવે નુ સંચાલન થઈ શકે તે મુજબની અનુકૂળતા વાળું વાતાવરણ અને પવનની ગતિ નિયંત્રણમાં આવશે. તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ ફરી એક વખત રોપવે સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. હાલ પવનનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાના કારણે રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે.
સહેલાણીઓ પર રોક: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની આંશિક અસર નવસારીના દરિયા કાંઠે પર જોવા મળી છે. ઉભરાટના દરિયા કિનારે આજે વહેલી સવારે 10 થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા અને સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો. વાવાઝોડાના દશકના માહોલ વચ્ચે પણ નવસારીના ઐતિહાસિક બીચ દાંડી પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જેઓને ત્યાંના ફરજ પરના સુરક્ષા કર્મીઓએ પરત મોકલ્યા હતા.
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ:વલસાડનું વહીવટી તંત્ર વાવાઝોડાને પગલે સજ્જ બન્યું છે. વલસાડ ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર વલસાડમાં વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને સતત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
તમામ પોર્ટ પર એલર્ટઃ બિપોરજોય પોરબંદરથી 800 કિમી દૂર હોવાનું સવારે સાડા આઠ વાગ્યે જાણવા મળ્યું હતું. જોખમને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના તમામ બંદર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમામ બીચ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. દરિયા કિનારાના વિસ્તારમાં સવારથી વાદળછાયું હવામાન જોવા મળ્યું છે. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, દરિયા કાઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. એક નંબરનું સિગ્નલ સેટ કરવા માટે પણ આદેશ દેવાયા છે. સમુદ્રમાં એક પ્રકારનું પ્રેશર ઊભું થઈ રહ્યું છે.
દિશા બદલીઃ રાતોરાત દરિયામાં બિપરજોયે પોતાની દિશા બદલી દેતા ઉત્તર પશ્ચિમની જગ્યાએ ઉત્તર પૂર્વીય કિનારો પકડી લેતા જોખમ વધી ગયું છે. જેના કારણે ગુજરાતનો હવામાન વિભાગ એલર્ટ મોડ પર એક્ટિવ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા આસપાસના જિલ્લાઓમાં 80થી 100 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે વરસાદ ખેંચાઈ શકે છે. બિપરજોયની આગળ વધવાની ગતિ વધી રહી છે. વહેલી સવારે પોરબંદરથી 760 કિમી દૂર હોવાના રીપોર્ટ મળ્યા હતા. જે 600 કિમીના અંતર સુધી ાવી શકે છે. તારીખ 15 જૂન સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે.
- Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા ગીર સોમનાથ વહીવટી તંત્રનો એક્શન પ્લાન
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે