ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહોંચ્યા ધ ઉમેદ હોટલ, રાજીવ સાતવ ચૂંટણી અંગે કરશે માહિતગાર - All congressional legislators arrived at The ummed Hotel

રાજ્યસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસ જ બાકી છે. તેવા સમયે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને અમદાવાદની ધ ઉમેદ હોટેલમાં ખસેડ્યા છે. એક દિવસ પહેલા કોઈ ધારાસભ્ય તૂટી ન જાય તે માટે કોંગ્રેસ દ્વારા ધ ઉમેદ ધ ઉમેદ હોટેલમાં કોઈપણ વ્યક્તિ માટે પ્રવેશબંધી લગાવી દીધી છે. આ તકે હોટેલમાં રાજીવ સાતવના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અંગે ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે.

કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહોંચ્યા ધ ઉમેદ હોટલ
કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહોંચ્યા ધ ઉમેદ હોટલ

By

Published : Jun 17, 2020, 5:50 PM IST

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈ કમાન્ડ નજર રાખી રહ્યો છે. આ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રણ નેતાઓ ગુજરાત આવશે. જેમાં આજરોજ બુધવારે રાત્રીના ત્રણ નેતાઓ ગુજરાત આવી પહોંચશે. જેમાં પ્રભારી રાજીવ સાતવ, બીકે હરિપ્રસાદ અને રજની પાટીલ ગુજરાત આવશે. જે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે માહિતગાર કરશે.

કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહોંચ્યા ધ ઉમેદ હોટલ

ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર ઊભા રાખ્યા છે. ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત અને હાર નક્કી છે. જેથી ભાજપ માટે ત્રીજી બેઠક અને કોંગ્રેસ માટે બીજી બેઠક એટલે કે રાજ્યસભાની ચોથી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહોંચ્યા ધ ઉમેદ હોટલ

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં તમામ ધરાસભ્યોના મોબાઈલ ફોન બંધ કરાવશે. આ ઉપરાંત હોટેલમાં 2 ઉમેદવાર અને ધારાસભ્યો સિવાય કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે, ધારાસભ્યોની ગાડીઓ પણ હોટલની બહાર રહેશે, ધારાસભ્યોની સાથે આવેલા લોકોને પણ હોટલની બહાર કઢાશે, છેલ્લી ઘડીએ કોઈ ધારાસભ્ય સાથ ન છોડે તે માટેનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીના પગલે વિધાનસભા પ્રવેશ દ્વારે આધુનિક સ્કેનર મશીન લગાવવામાં આવ્યું છે. જેથી વિધાનસભામાં પ્રવેશ કરતાં સમયે તમામ ધારાસભ્યોનું ટેમ્પરેચર ચેક થશે.

જોકે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે મહત્ત્વની બાબત એ છે કે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના તમામ ધારાસભ્યોના મોબાઈલ લઈ લીધા છે. એટલે કે આગામી બે દિવસ સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોઈને સંપર્ક કરી શકશે નહીં અને 19મી તારીખે ચૂંટણીના દિવસે હોટલ ઉમેદથી સીધા ગાંધીનગર મતદાન કરશે.

ABOUT THE AUTHOR

...view details