અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂની પાબંધી હોવા છતાં દારૂની રેલમ છેલ થઇ રહી છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ.પી.રીંગ રોડ સરખેજ પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું સાથે જ ૩ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. દારૂ ભરેલ કન્ટેનર રાજસ્થાનથી મુંબઈ, મુંબઈથી ભરૂચ અને ભરૂચથી અમદાવાદ થઈને ગાંધીધામ તરફ જઈ રહ્યું હતું. આ ગુનાનો મુખ્ય આરોપી હજુ ફરાર છે જેની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.
રાજસ્થાનથી વાયા મુંબઈ થઈને ગાંધીધામ જતું દારૂ ભરેલ કન્ટેનર ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું - ઈંગ્લીશ દારૂ
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.પી.રીંગ રોડ પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું હતું. આ સાથે જ અનીલ પટેલ, મુઝાહિર પઠાણ અને સુલતાન પઠાણ નામના ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. કન્ટેનરમાંથી કુલ 980 જેટલી ઈંગ્લીશ દારૂની પેટી જેની કીમત ૩૫ લાખ રૂપિયા છે અને કન્ટેનર 10 લાખનું એમ કુલ 45 લાખની કિમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ ભરેલ કન્ટેનર રાજસ્થાનથી આવ્યું હતું.રાજસ્થાનથી કન્ટેનર લોડ કરીને મુંબઈ ખત લઇ જવામાં આવ્યું હતું ત્યાં નવી મોરસ ઓપરેન્ડી પ્રમાણે ડ્રાઈવર બદલી નાખવામાં આવ્યા હતા.મુઝાહિર અને સુલતાન નામના ૨ ઇસમ આ કન્ટેનર ભરૂચ સુધી લાવ્યા હતા અને ભરૂચથી અમદાવાદ સુધી લાવ્યા હતા.અમદાવાદમાં સુનીલ દરજી નામના મુખ્ય આરોપીએ અમદાવાદના અનીલ પટેલને આ કન્ટેનર વિરમગામ ક્રોસ કરાવવા કહ્યું હતું તે મુજબ અનીલ પટેલ મુઝાહિર અને સુલતાન સાથે મળીને વિરમગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તમામને કન્ટેનર સાથે ઝડપી પાડ્યા હતા.હજુ આ ગુનાના મુખ્ય આરોપી સુનીલ દરજી ફરાર છે જેની અગાઉ પણ અનેક વખત ધરપકડ થયેલ છે.
બાઈટ- બિ.વી.ગોહિલ (એસીપી- અમદાવાદ-ક્રાઈમ બ્રાંચ)Conclusion: