ગુજરાત

gujarat

ETV Bharat / state

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ, ફાઉન્ડેશનમાં અકશા મેમણ દેશમાં બીજા ક્રમે - અમદાવાદ

CA ફાઉન્ડેશનની નવેમ્બર માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂકયા છે, ત્યારે ગુજરાતના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓના ઝળહળતા પરિણામને લઈ અમદાવાદ અને ગુજરાતનું નામ પણ ઉજ્જવળ થયું છે. જેમાં અકશા મેમણે ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે ઇન્ટરમીડિયેટમાં અક્ષય જૈને ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવી અમદાવાદ અને ખાસ કરી ગુજરાતનું પરિણામ ઝળહળતું કર્યું છે.

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ, ફાઉન્ડેશનમાં અકશા મેમણ દેશમાં બીજા ક્રમે
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ, ફાઉન્ડેશનમાં અકશા મેમણ દેશમાં બીજા ક્રમે

By

Published : Feb 4, 2020, 7:02 PM IST

Updated : Feb 5, 2020, 1:48 PM IST

અમદાવાદ : ICAI દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી CA ફાઉન્ડેશન અને CA ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ઈન્ટરમીડિએટનું ઓલ ઈન્ડિયાનું જુના કોર્સનું પરિણામ 1.54 ટકા જ રહ્યુ છે. જ્યારે નવા કોર્સનું 14.37 ટકા પરિણામ રહ્યું છે. ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ 35.10 ટકા રહ્યું છે. CA ઈન્ટરમીડિએટ પરીક્ષામાં નવા કોર્સમાં અમદાવાદના અક્ષય જૈને દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ, ફાઉન્ડેશનમાં અકશા મેમણ દેશમાં બીજા ક્રમે
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-ડિસેમ્બરમાં CA ફાઉન્ડેશન, CA ઈન્ટરમીડિએટ અને CA ફાઈનલની પરીક્ષાઓ લેવાઈ હતી. જેમાં ગત 16મી જાન્યુઆરીએ CA ફાઈનલનું પરિણામ જાહેર થયા બાદ આઈસીએઆઈ દ્વારા ઈન્ટરમીડિએટ અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં CA ઈન્ટરમીડિએટમાં જુના કોર્સમાં ફાઉન્ડેશનમાં પાસ થયા બાદ 91525 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. જેમાંથી ગ્રુપ-01માં 30571 માંથી 3695 વિદ્યાર્થી પાસ થતા 12.09 ટકા પરિણામ રહ્યું છે. ગ્રુપ-02 માં 54489 વિદ્યાર્થીમાંથી 10952 પાસ થતા 20.10 ટકા પરિણામ રહ્યુ છે. બોથ ગ્રુપમાં 10678માંથી 164 વિદ્યાર્થી પાસ થતા માત્ર 1.54 ટકા પરિણામ રહ્યું છે.નવા કોર્સમાં સમગ્ર દેશમાં કુલ 90984 વિદ્યાર્થીના એડમિશન બાદ નવેમ્બરની પરીક્ષા અંતર્ગત ગ્રુપ-01માં 69886માંથી 15719 પાસ થતા 22.49 ટકા, ગ્રુપ-02 માં 45559માંથી 8122 પાસ થતા 17.87 ટકા પરિણામ રહ્યું છે. બોથ ગ્રુપમાં 31856 વિદ્યાર્થીમાંથી 4578 પાસ થતા 14.37 ટકા પરિણામ રહ્યું છે. CA કોર્સમાં પ્રવેશ માટેની ફાઉન્ડેશન પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 94405 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો. જેમાંથી 87084 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 30563 પાસ થતા 35.10 ટકા પરિણામ રહ્યું છે. CA ઈન્ટરમીડિએટમાં ગત નવેમ્બર 2018ની સરખામણીએ જુના કોર્સનું પરિણામ ઘટયું છે. નવા કોર્સનું વધ્યુ છે. જ્યારે ફાઉન્ડેશનનું પરિણામ 2018ની નવેમ્બરની પરીક્ષાની સરખામણીએ 9 ટકાથી વધુ ઘટ્યુ છે. ઈન્ટરમીડિએટની નવા કોર્સની પરીક્ષામાં અમદાવાદનો અક્ષય જૈન દેશમાં પ્રથમ આવ્યો છે.ICAI દ્વારા જાહેર કરાતા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદના અક્ષય જૈને 800માંથી 696 માર્કસ સાથે 87 ટકા મેળવ્યા છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદની અકશા મેમણ નામની વિદ્યાર્થિની બીજા નંબરે આવી છે.
Last Updated : Feb 5, 2020, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details