અમદાવાદ : એરપોર્ટની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી રનવે પર કેટલીક વાર વાંદરાઓનું ટોળું જોવા મળતું હતું. જેના કારણે ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડ કરતા સમયે ફ્લાઈટમાં મુશ્કેલી સર્જાતી હતી. જેને લઇને એરપોર્ટ પ્રશાસન તરફથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
જાણીને આશ્ચર્ય થશે, અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાવવા રીંછ લઇ આવ્યા - એરપોર્ટ
એરપોર્ટ પર વધતા જતા વાંદરાના ત્રાસને લઈને એરપોર્ટ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાંદરા ભગાડવા રીંછનો કોસ્ચ્યુમ પહેરેલા કર્મચારીનો ઉપયોગ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં આ પ્રયોગ ચાલુ જ રાખવામાં આવશે.
![જાણીને આશ્ચર્ય થશે, અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાવવા રીંછ લઇ આવ્યા એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5989650-thumbnail-3x2-airport.jpg)
એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
એરપોર્ટ પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રનવે પર આવતા અને મુશ્કેલી સર્જતા વાંદરાઓને કર્મચારી દ્વારા રીંછનો કોસ્ચ્યુમ પહેરાવી રન વે પરથી ભગાડ્યા હતાં. આ પ્રયોગ સરળ થશે તો એરપોર્ટ દ્વારા વધુ કોસ્ચ્યુમથી વાંદરા ભગાડવામાં આવશે.