અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Elections ) તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. ચૂંટણી પંચ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનીતારીખોની જાહેરાતકરી શકે છે. આ પહેલા AIMIMએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 30 બઠકો પર ચૂંટણી લડશે.
ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 30 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. AIMIMએ (All India Majlis e Ittehadul Muslimeen) અત્યાર સુધીમાં પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરત પૂર્વ બેઠક પર વસીમ કુરેશી, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પર શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે.