અમદાવાદ: રાજ્ય સહિત જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને પગલે સરકાર દ્વારા અનેક નિયમો ઉપરાંત કોઇપણ જાહેર સ્થળોએ એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. તેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે.
સોશિયલ ડિસ્ટન્સના અભાવે અમદાવાદનો સેન્ટ્રલ મોલ કરાયો સીલ - Ahemdabad health department
અમદાવાદ શેેેહરના સેન્ટ્રલ મોલમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સમગ્ર હકીકત બહાર આવી છે. AMCએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરાઇ છે. રવિવારની રજામાં માસ્ક વગર અનેક લોકો એકઠા થયા હતા. જેના પગલે સેન્ટ્રલ મોલ સંપૂર્ણ રીતે ખાલી કારવાયો હતો. અને આ મોલ સીલ કરી દેવામાં આવ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સના અભાવે અમદાવાદનો સેન્ટ્રલ મોલ કરાયો સીલ
કોરોના મહામારીમાં જ્યારે અમદાવાદમાં કોરોના કેસ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે જ અમદાવાદનું પ્રખ્યાત એવો અમદાવાદ વન મોલ સોશિયલ ડિસ્ટન્સના અભાવે જ સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેના પગલે આજે સેન્ટ્રલ મોલ સીલ કરવામાં આવ્યો છે.