અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા પાકિસ્તાનના મેચનો માહોલ જામ્યો છે. ત્યારે અનેક લોકો ભારત દેશના ખૂણે ખૂણેથી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદ આવ્યા છે. ત્યારે અમદાવાદીઓ પણ કેમ પાછળ રહી જાય આમ જે પણ અમદાવાદીઓને ટિકિટ મળી છે તે કોઈને કોઈ બહાના બનાવીને ઓફિસમાં રજા પાડીને ક્રિકેટનો લાવો જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ICC World Cup 2023: નોકરીનું બહાનું કરીને મેચ જોવા આવ્યા અમદાવાદીઓ, ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ - ICC World Cup 2023
વર્લ્ડ કપ 2023માં આજે 12મી મેચ અમદાવાદમાં રમાશે. તમામ ક્રિકેટ ચાહકોની નજર આજની મેચ પર ટકેલી છે. આ હાઈવોલ્ટેજ મેચ આજે બપોરે 2 વાગ્યાથી રમાશે. અમદાવાદમાં પોલીસે ચુસ્ત સુરક્ષા ગોઠવી દીધી છે.
Published : Oct 14, 2023, 12:54 PM IST
|Updated : Oct 14, 2023, 1:00 PM IST
સાહેબ પેટમાં દુઃખે છે આજે નહીં આવી શકું :અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે " આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને એ પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમાં છે. ત્યારે અમદાવાદઓ કેમ પાછળ રહી જાય ત્યારે અમે આજે ઓફિસમાં બહાનું કરીને આવ્યા છે. મેચ માટેના બહાનું અંગે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં યુવકોએ જણાવ્યું હતું કે અમે આજે સવારે બોસને મેસેજ કરી દીધો હતો કે તબિયત સારી નથી માથું દુખે છે પેટ દુખે છે. જેથી અમે આજે આવી શકીશું નહીં આ રીતે રજા લેવામાં આવી છે. જ્યારે જો સીધી રીતે રજા માંગવામાં આવી હોત તો કદાચ અમને રજા પણ ના મળી શકે તેના કારણે જ પેટમાં દુખે છે અને તબિયત સારી નથી તેવું બહાનું કરવાની અમને ફરજ પડી હતી.
અમદાવાદ બન્યું રંગીન:વહેલી સવારથી ન જ ક્રિકેટ રસીકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. સવારે 10:00 કલાકે સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાની શરૂઆત થઈ છે. ત્યારે સ્ટેડિયમની બહાર ના રસ્તાએ બ્યુલ રંગ ની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે સ્ટેડિયમ ની બહાર યુવક, યુવતીઓ ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરતા જોવા મળ્યા હતા.