અમદાવાદઃપેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ વાહનોના કારણે ધ્વનિ તેમજ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. જેને લઈને ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધ્યું છે. ત્યારે લોકોની પાસે ચાલતું વાહન હોય તો તે પણ હવે ઈલેક્ટ્રીક વાહનની જેમ બેટરીથી (Ahmedabad youth startup)ચલાવી શકાશે. અમદાવાદી યુવકે એક કીટ બનાવી છે. કોઈપણ ટુ વ્હીલરમાં લાગી જશે અને ટુ-વ્હીલર વાહન ઇલેક્ટ્રીક (Startup Fair in Ahmedabad ) વાહનની જેમ ચાલશે.
પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત -અમદાવાદના વિપુલ પટેલ દ્વારા તૈયાર કરાયેલી બેટરી અને મોટર દ્વારા(Startup India) પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરીથી વાહન ચલાવતા માત્ર 15 પૈસા પ્રતિ કિ.મી ખર્ચ થાય છે. એકવાર ત્રણ કલાક બેટરી ચાર્જ કર્યા બાદ વાહન 80 km સુધી ચાલી શકે છે. બેટરી વાળા ટુ વ્હીલર પર બે વ્યક્તિ બેસી કરી શકે અને 70 ની સ્પીડથી વાહન પણ ચાલી શકશે.
વાહનમાં લગાવીને ટ્રાયલ કર્યો -વિપુલ પટેલે જણાવ્યું હતું કે તેઓ પહેલા મોટર તથા જનરેટર બનાવવાનું કામ કરતા હતા. કોરોનામાં ઘરે બેઠા તેમને વિચાર આવ્યો હતો કે વધતા પેટ્રોલના ભાવને લઈને તેમના ધ્યાને ઇલેક્ટ્રીક વાહન બનાવવાનું સામે આવ્યું ત્યારે તેમને પેટ્રોલથી ચાલતા વાહનને જ ઈલેક્ટ્રીક વાહનમાં કેવી રીતે ફેરવી શકાય તે વિચારીને એક કીટ તૈયાર કરી છે. આ કીટ બનાવવામાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો અને જેનો તેમને એક વર્ષ કરતાં વધુ સમય તેમના વાહનમાં લગાવીને ટ્રાયલ કર્યો હતો. હાલમાં ત્રણ જેટલા વાહનમાં આ કીટ લગાવીને ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે. આ કીટનું નામ તેમણે રીટ્રો ફીટ ઈલેક્ટ્રીક કીટ રાખ્યું છે.
પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલરમાં આ પ્રકારની કીટ - હાલમાં ઇલેક્ટ્રીક વાહનો બજારમાં જોવા મળી રહ્યા છે અને પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલરમાં આ પ્રકારની કીટ આવે છે. પરંતુ અત્યાર સુધી આ કીટ ચાઈના કે અન્ય દેશોમાંથી આવતી હતી જેની જગ્યાએ હવે ભારતમાં જ આ કીટની બેટરી તથા કીટ વિપુલ પટેલે બનાવી છે. આ કીટ માટે તેમણે આઈ.પી.આરમાં પેટર્ન પણ કરાવી દીધી છે. પેટન્ટ મુજબ કિટનો ઉપયોગ મોટર તથા વાહનોના જનરેટર એમ બે પ્રકારે થઈ શકશે.