ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : સાબરમતીમાં વિકૃત યુવકની કાળી કરતૂત, પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું - સાબરમતીમાં વિકૃત યુવક

અમદાવાદના સાબરમતીમાં યુવકે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આરોપી યુવકનો બકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી યુવકની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.

Ahmedabad Crime : સાબરમતીમાં વિકૃત યુવકની કાળી કરતૂત, પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
Ahmedabad Crime : સાબરમતીમાં વિકૃત યુવકની કાળી કરતૂત, પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

By

Published : Jul 14, 2023, 3:44 PM IST

અમદાવાદ : યુવતીઓ કે નાની બાળકો સાથે છેડતી કે બળાત્કાર જેવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે, પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જે ઘટના વિશે જાણી તમે પણ ચોંકી ઉઠશો. અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં એક માનસિક વિકૃત યુવકે એક પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની છે અને એના કરતાં પણ મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ બાબતે પશુ પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ યુવકની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટના વિજલ પટેલે ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ત્રાગડના હુડકો વાસ ખાતે એક વિકૃત યુવકે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે.

બકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : 12 જુલાઈના રોજ સવારના સમયે આરોપી વિશાલ વાઘેલાએ આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હોય તે પ્રકારની ફરિયાદ નોંધાય છે. ફરિયાદ વિજલ પટેલને એક વ્યક્તિએ ફોન કરીને આ ઘટનાનો વિડીયો બતાવ્યો હતો, જે વિડીયોથી તેમને જાણ થઈ હતી કે એક વ્યક્તિ દ્વારા એક બકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય જે 4 મિનિટ 41 સેકન્ડનો વિડીયો તેઓને ધ્યાને આવતા તેઓએ ટ્રસ્ટ સભ્ય આકાશભાઈ ચાવડાને અને બીજા સભ્યોને પણ જાણ કરી હતી.

આ મામલે વાયરલ વિડીયોને લઈને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અપરિણીત છે અને તે સફાઈકામ કરે છે. તે વિકૃત માનસિકતા ધરાવે છે. હાલ તેની વધુ તપાસ ચાલુ છે. - એચ.એન પટેલ (PI, સાબરમતી પોલીસ સ્ટેશન)

આરોપી યુવકની ધરપકડ : જે બાદ આ ઘટના બની તે જગ્યાનું સરનામું લઈને ત્યાં પહોંચતા એક યુવક જેનું નામ વિશાલ વાઘેલા હોય તે જ આ વીડિયોમાં હોવાનું તેણે કબૂલ્યું હતું અને અંતે આ સમગ્ર બાબતે તપાસ કરતા બકરો સુરેશભાઈ મકવાણા નામના વ્યક્તિનો હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ વિશાલ વાઘેલા તેઓનો ભાણેજ હોય અને પોતે કામ માટે બહાર ગયા હોય અને તે સમયે તેઓના ભાણેજ આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં સામે આવતા વિજલ પટેલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી આ અંગે સાબરમતી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે સાબરમતી પોલીસ દ્વારા IPCની કલમ 377 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

  1. Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ
  2. Ahmedabad Crime News: સરનામું પૂછવા તેમજ હથિયાર બતાવી છેડતી મામલે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
  3. Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી

ABOUT THE AUTHOR

...view details