ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : લગ્નની તારીખ નક્કી થઈ ગયા બાદ યુવકમાં પરિવર્તન આવતા યુવતીએ કાપી નસ - Ahmedabad Youth marriage refusing girl Suicide

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લગ્નની તારીખ નક્કી થઈ ગયા બાદ પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતા યુવતીએ હાથની નસ કાપી હતી. પ્રેમી પંખીડાઓના લગ્નને લઈને પરિવારના સભ્યો પણ રાજી થઈ હતા, પરંતુ યુવકમાં અચાનક પરિવર્તન આવતા યુવતી આ પગલું ભરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Ahmedabad Crime : લગ્નની તારીખ નક્કી થઈ ગયા બાદ યુવકમાં પરિવર્તન આવતા યુવતીએ કાપી નસ
Ahmedabad Crime : લગ્નની તારીખ નક્કી થઈ ગયા બાદ યુવકમાં પરિવર્તન આવતા યુવતીએ કાપી નસ

By

Published : May 23, 2023, 4:53 PM IST

અમદાવાદ : શહેરમાં પ્રેમીએ લગ્નના વાયદાઓ કરીને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગયા બાદ અચાનક લગ્નનો ઈનકાર કરતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતી જીમમાં નોકરી કરે છે. ત્યાં કામ કરતા ટ્રેનર સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પ્રેમી પંખીડાઓ એટલે કે યુવક યુવતીએ આ સંબંધની જાણ તેમના પરિવારને કરી હતી. સંબંધને લઈને પરિવારના સભ્યો પણ લગ્ન માટે રાજી થયા હતા, પરંતુ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી હતી તેમ તેમ યુવકમાં પરિવર્તન આવતું હતું.

હાથની નસ કાપી : યુવક યુવતી વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરતો હતો. એક દિવસ યુવતી સાથે ઝઘડો કરી જાતિ વિષયક શબ્દો બોલી મેરેજની ના પાડી દેતા યુવતીને મનમાં લાગી આવ્યું હતું. બાદમાં યુવતીએ જીમમાં જ તેના હાથની નસ કાપી નાખી આત્મહત્યાનો પ્રયાસ કરતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવકે કર્યું પ્રપોઝ :દોઢેક વર્ષ પહેલા જીમના ટ્રેનર નિરવ પંચાલ સાથે યુવતીને મિત્રતા થઇ હતી. છ મહિના સુધી મિત્રતા રહ્યા બાદ તે ટ્રેનર સાથે રિવરફ્રન્ટ ફરવા ગઈ હતી, જ્યાં યુવકે તેને પ્રપોઝ કર્યું હતું. યુવતીએ સંબંધ મામલે પછી જવાબ આપવાનું યુવકને કહ્યું હતું. દરમિયાન યુવતીના જન્મદિવસે ટ્રેનર યુવક તેને ફરવા લઇ ગયો હતો. જ્યાં પ્રપોઝ કરતા યુવતીએ તેની સાથેનો સંબંધ સ્વીકારવા હા પાડી હતી. યુવતીએ થોડા સમય પછી લગ્નની વાત કરતા યુવકે તેને ઘરે પૂછીને જણાવવાનું કહ્યું હતું.

ગુસ્સો કરી લગ્નની ના પાડી :બાદમાં યુવકે તેના પરિવારના સભ્યો રાજી હોવાનું કહેતા લગ્નની તારીખ પણ નક્કી કરાઈ હતી. પણ જેમ જેમ લગ્નના દિવસો નજીક આવતા હતા. તેમ તેમ યુવકમાં પરિવર્તન આવતું ગયું અને અવારનવાર યુવતી પર ગુસ્સો કરતો હતો. એક દિવસ બંને રિવરફ્રન્ટ પર મળ્યા ત્યારે પણ યુવકે ગુસ્સો કરી લગ્નની ના પાડી દીધી હતી. બાદમાં યુવતીને જાતિ વિષયક શબ્દો બોલતા યુવતીને તેના સંબંધની પરિવારમાં અને સમાજમાં જાણ હોવાથી બદનામીનો ભય લાગ્યો હતો. જેથી એક દિવસ તેણે જીમમાં જ પોતાના હાથની નસ કાપી નાખી આત્મહત્યાનો પ્રયાસ કરતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details