ફતેવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, 4 શખ્સોની ધરપકડ અમદાવાદ:હત્યાના કારણો હવે શોધવા જવા પડે તેવું નથી. નાની નાની વાતમાં હત્યા કરી દેવામાં આવે છે. જેના કારણે હત્યાના કેસના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી પોલીસ ચોકી પાસે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓ એક જ સોસાયટીમાં રહેતા હતા.
હત્યાને ગુનો નોંધી:જ્યારે સમાધાન માટે પાન પાર્લરની પાસે ભેગા થયા, ત્યારે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી ઇલ્યાસ પંજાબી, તેનો દીકરો આયાન તેના ભાઈ આસિફ અને રાહીલ સાબીરખાને મૃતક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુસુફ અલીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને જાહેર કર્યો હતો. જેથી પોલીસે હત્યાને ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
"આ અંગે ફરિયાદ નોંધાયા બાદ ગુનામાં સામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોલાચાલીના કારણે જ હત્યા થઈ હતી કે અન્ય કોઈ કારણ હતું તેને લઈને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે" --કે.બી રાજવી (વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ)
આરોપીની અટકાયત: ફતેવાડી પાસે આવેલી કસબાની ચાલી પાસે સામાન્ય બોલાચાલી બાદ સોસાયટીની અંદર રહેતા લોકો એક કલાક બાદ સમાધાન માટે સામે આવ્યા હતા. સમાધાન સમયે સામાન્ય બોલાચાલી અંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. આ મારામારીમાં એક આરોપીને હાથના ભાગે ઈજા થઈ હતી. જેથી તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસે હોસ્પિટલમાં સારવાર લેતા આરોપીની ધરપકડ કર્યા બાદ મોડી રાત્રે જ તમામ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
- Ahmedabad Crime: નિકોલમાં વૃદ્ધની નિર્મમ હત્યા કેસમાં આરોપી ઝડપાયો, કારણ જાણી પોલીસ ચોંકી ઉઠી
- Ahmedabad Crime: વિધર્મી યુવકને પકડવા ગયેલા હિન્દુ સગંઠનના સભ્યોએ ડ્રગ સપ્લાયરને પકડી લીધો