ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : USAમાં અમદાવાદના વધુ એક યુવકની અપહરણ બાદ હત્યા, 1 લાખ US ડૉલર-70 કિલો ડ્ર્ગ્સની માંગી ખંડણી - 1 lakh US dollars demanded as ransom

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય હિરેન ગજેરાનું દક્ષિણ અમેરિકામાં અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી છે. હત્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અપહરણકર્તાઓએ 1 લાખ યુ.એસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.

ahmedabad-youth-kidnapped-and-killed-in-usa-1-lakh-us-dollars-or-70-kg-of-drugs-was-demanded-as-ransom
ahmedabad-youth-kidnapped-and-killed-in-usa-1-lakh-us-dollars-or-70-kg-of-drugs-was-demanded-as-ransom

By

Published : Jun 24, 2023, 4:58 PM IST

Updated : Jun 24, 2023, 5:39 PM IST

-ડૉ.એમ.કે ગજેરા, મૃતક હિરેનભાઇ ગજેરાના પિતા

અમદાવાદ: વિદેશમાં વધુ એક ભારતીય યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. યુવકનું અપહરણ કરી 1 લાખ યુ.એસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની માગણી કરવામાં આવી હતી. જેના થોડા દિવસ બાદ યુવકની લાશ નદીમાંથી મળી આવી હતી.

શું બની ઘટના?: અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય હિરેન ગજેરાનું દક્ષિણ અમેરિકાના ઈક્વાડોર દેશના એલ.એમ. પાલમે શહેરમાંથી ત્રણ જૂને કેટલાક કોલમ્બિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓએ હિરેનના પરિવાર પાસેથી 1 લાખ યુ.એસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી. જેમાં અંતે 20 હજાર યુએસ ડોલર લેવા માટે આરોપીઓ તૈયાર થયા હતા. પરંતુ તેઓએ શરત એવી રાખી હતી કે હિરેનની પત્ની એકલી આ રકમ લઈને આવશે. જોકે તે બાદ પરિવારજનોએ અવારનવાર આરોપીઓનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થયો ન હતો. જેના થોડાક દિવસ બાદ જ હિરેન ગજેરાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.

'મારો દીકરો ઘણા વર્ષોથી દક્ષિણ અમેરિકામાં પરિવાર સાથે રહેતો હોય તેનું અપહરણ કરીને આરોપીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. જોકે આ બાબતે ત્યાંની પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોય અને આરોપીઓને હજુ સુધી પકડવામાં આવ્યા નથી. દીકરાના મૃતદેહને ભારત લાવવા માટે અમે ભારત સરકાર થકી પણ પ્રયાસ કર્યો જોકે હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. જેથી ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરાની હત્યા કરનારા પકડાય તે માટે અમેં પ્રયાસ કરતા રહીશું.' -ડૉ.એમ.કે ગજેરા, મૃતક હિરેનભાઇ ગજેરાના પિતા

અપહરણ બાદ હત્યા: મૃતક હિરેન ગજેરા વર્ષ 2006 થી 2014 દરમિયાન એલ.એમ. પાલમે શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો ધંધો કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી તે અમદાવાદ આવી ગયા હતા, પરંતુ માર્ચ 2022 માં તેઓનો પરિવાર એક્વાડોર પરત ગયા હતા. ત્રણ જૂને તે પોતાના મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા અને જ્યાં પાર્ટી પ્લોટની બહાર આવતા જ તેઓનું અપરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપીઓએ ડોલર અથવા તેના બદલામાં ડ્રગ્સની માંગ કરી હતી. જેમાં તેઓની શરતો પણ પરિવારજનોએ માની લીધી હતી. તેમ છતાં પણ આરોપીઓએ હિરેન ગજેરાને મોતને ઘાટ ઉતારીને તેને ત્યાંની જ નદીમાં ફેંકી દીધો હતો.

  1. Dholpur Gang Rape Case : 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના, ફરિયાદીને કેમ જવુ પડ્યુ કોર્ટની શરણે ?
  2. Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી
Last Updated : Jun 24, 2023, 5:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details