અમદાવાદ:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઇન્ડિયા અંતર્ગત દેશના યુવાનોને આપવામાં આવી રહ્યો છે. જેને લઇને આજના દેશના યુવાનો અનેક નવા પ્રોજેક્ટ લાવીને દુનિયામાં પોતાનો ડંકો બચાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક યુવાને એક ઇલેક્ટ્રોનિક ઘોડિયું બનાવીને પોતાની કોલેજનો પ્રોજેક્ટ આજ બિઝનેસમાં કન્વર્ટ કરીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યો છે.
ઘડિયાળના સિદ્ધાંત પર ચાલતું ઘોડિયું:ઋષભ શેઠએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે સમયે મને એક કોલેજમાંથી પ્રોજેક્ટની સોંપવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ દરમિયાન મેં એક ઇલેક્ટ્રીક ઘોડિયું બનાવ્યું હતું. તે સમયગાળા દરમિયાન આ ઘોડિયાની બજારમાં ખૂબ જ માંગ હતી. જેના કારણે મેં આ પ્રોજેક્ટને બિઝનેસમાં કન્વર્ટ કર્યો છે. આ ઘોડીયુ એવું છે કે આ ઇલેક્ટ્રો મેગ્નેટિક મિકેનિઝમ પર ચાલતું આ ઘોડિયું છે. પરંતુ શરૂઆતમાં અમે એક મોટરથી આ ઘોડિયું બનાવ્યું હતું. પરંતુ મોટરનો બહુ જ અવાજ આવતો હતો. એ મોડલ સફળ ન થતા ઇલેક્ટ્રો મેગ્નેટિક મિકેનિઝમ પર ચાલતું આ ઘોડિયું બનાવ્યું હતું આ ઘોડીયુ ઘડિયાળના લોલકના સિદ્ધાંત પર ચાલે છે.
ઘોડિયામાં શું છે સુવિધા:કોડિયાની ગતિ તમે પોતાની ઈચ્છા મુજબ ઓછી કે વધારે કરી શકો છો. આ ઉપરાંત ઘોડિયામાં તમે સમય પણ નક્કી કરી શકો છો કે તમે સતત ચાલુ રાખવું છે કે પછી તમે 40 મિનિટ બાદ ઓટોમેટીક તે ઘોડિયું બંધ પણ થઈ જાય છે. કોઈપણ જગ્યાએ કોઈ પણ ઘોડિયામાં લગાવી શકાય છે. આ ઘોડિયું બાળકના 12 કિલો જેટલા વજનને આસાનીથી ઝુલાવી શકે છે.