અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરા માર્ગ પર પરિષકર વિસ્તારમાં આપધાતનો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એક વ્યક્તિએ આપઘાત કર્યો પણ થયા બે ના મોત ! - મહિલાએ આપઘાત માટે છલાંગ લગાવી
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મહિલાએ સાતમાં માળેથી આપઘાત કર્યો હતો. કહેવાય છે કે, મોત ગમે ત્યારે દરવાજે દસ્તક આપે છે. આ ઘટનામાં પણ આવું જ થયું હતુ. માત્ર એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. પરંતુ આ બનાવમાં બે ના મોત થયા છે.

etv bharat ahmedabad
બહુમાળી બિલ્ડીંગનાં 13મા માળેથી એક મહિલાએ આપઘાત માટે છલાંગ લગાવી હતી. આ જ સમયે નીચે એક વૃદ્વ લાંબુ જીવવા માટે કસરત કરી રહ્યા હતાં. આ મહિલા સીધી વૃદ્વ પર પડતાં તેમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
મહિલાએ 13માં માળેથી સ્યુસાઇડ માટે જંપલાવતા નીચે ઉભેલા વૃદ્ધનું પણ મોત
ગંભીર ઈજાઓના કારણે આપધાત કરનાર મહિલા અને વૃદ્ધ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Oct 4, 2019, 12:44 PM IST