ભૂગર્ભ જળ સંગ્રહ માટે 8 જગ્યા પર પરકોલેટિંગ વેલ બનાવશે. અમદાવાદ: અમદાવાદ ભર ઉનાળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલ ખુલી પડી ગઈ છે. હવે પ્રિમોન્સૂન કામગીરી વિશે તો કહેવા જેવું જ રહ્યું નહી. માવઠાના વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા તેમજ રોડ પર ભુવા પડવાની સમસ્યા જોવા મળી રહી છે. હાલના સમયમાં વરસાદ વિના પણ રોડ પર ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. તંત્ર વરસાદને લઇને કોઇ કામગીરી કરે છે કે નહીં તે પણ અંહિયા મોટો સવાલ છે. હાલ તો અમદાવાદ મ્યુનિસિપલની વોટર કમિટી દ્વારા ભૂગર્ભ જળનો સંગ્રહ થાય તે માટે અંદાજિત 1 કરોડના ખર્ચે પરકોલેટિંગ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું કામ તારીખ 30 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવશે.
"જે પણ ખોદાણ કરેલા કામો છે.તેને 15 જૂન પહેલા પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત ટેન્ડરના પણ અનેક કામો આવે છે. પરંતુ કમિટીમાં જલ્દી પહોંચતા નથી તેને જલ્દી કમિટી પહોંચે આવે તેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 8 જગ્યા પર પરકોલેટિંગ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.પીવાના પાણી ટાંકી જે કામો ચાલુ છે. તે કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે"-- જતીન પટેલ (સૂચના વોટર કમિટી ચેરમેન)
1 કરોડના ખર્ચે બનશે પરકોલેટિંગ વેલ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને ગટરના પાણી ઉભરાઈને બહાર ન આવે તે માટે ભૂગર્ભ જળસંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં જે પણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થાય છે. તેવી કુલ 8 જેટલી જગ્યા નક્કી કરવામાં આવી છે. આ જગ્યા ઉપર એક કરોડથી પણ વધારે ન ખર્ચે પરકોલેટિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પરકોલેટિંગ કામગીરી 30 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
કઈ જગ્યા પર બનશે પરકોલેટિંગ વેલ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ માસ્ટર એન્જિનિયર કંપની તેમજ પ્રમુખ વોટર ડેવલપમેન્ટ કોર્પોરેશન પરકોટિંગ વેલ બનવવાની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં AMC દ્વારા રાજપથ કલબ પાછળ મહિલા ગાર્ડન, આનંદનગર નજીક AMC પ્લોટ, આંબાવાડી કલ્યાણ જ્વેલર્સ સામે, કઠવાડા મદુમાલતી આવાસ, સરસપુરમાં એવરેસ્ટ સિનેમા ચાર રસ્તા, પ્રીતમપુરા MS એપાર્ટમેન્ટ, લાંભા ગુજરાતી શાળા સહિતની જગ્યાઓ પર પરકોલેટિંગ બનાવવામાં આવશે. આ તમામ પરકોલેટિંગ એક કલાકમાં 12000 થી 15000 લીટર પાણી ભૂગર્ભમાં ઉતારવાની ક્ષમતા ધરાવી શકશે.
- Ahmedabad Corporation: ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ AMCનો મુખ્ય કંટ્રોલ રૂમ તૈયાર
- Ahmedabad News : અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી નહીં થાય, જો બદલાયું તો થશે નુકસાન
- Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો