ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ બનશે, PM મોદી કરશે ભૂમિપૂજન - largest

અમદાવાદ: વિશ્વ ઉમિયાધામનું 4 માર્ચના રોજ PM મોદીના હસ્તે અમદાવાદમાં ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં અંદાજે 5 લાખ જેટલા પાટીદારો ઉપસ્થિત રહેશે, જેમાં 5000 બહેનો 5 લાખ લોકોને ભોજન પ્રસાદ પીરસશે. આ સાથે જ વડાપ્રધાન મોદી સાથે 22,000 લોકો મંદિરનું ભૂમિપૂજન કરી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 2, 2019, 11:47 AM IST

મહાશિવરાત્રીના પાવન અવસરે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય અને વિશ્વભરનાં 5 લાખથી પણ વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વિઘાની જમીન પર 1,000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. જેમાં 11,000થી વધુ પાટાલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિપૂજન કરી વિશ્વ રેકોર્ડનું સર્જન કરવામાં આવશે.

આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા 20,000 જેટલા સ્વયંસ્વેવકો છે. જેમાં 5000 બહેનો છે. જેમાં 5 લાખથી વધારે ભાવિકો ભોજનનો લાભ લેશે. આ કાર્યક્રમના સ્વયંસેવકોમાં IAS, IPS અને MLA સ્વયંસેવકો સેવા આપશે. જેમાં 2 IG, 2 કલેક્ટર, 2 ધારાસભ્યો અને 15થી વધારે પૂર્વ DYSP સેવા આપશે. રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20,000 લોકો સેવા આપશે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં પાટીદાર સમાજ સિવાયના કેટલાક અન્ય સમાજની બહેનો પણ સેવા આપશે.

વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની આંકડાકીય માહિતી આ મુજબ છે.

  • 650 વિઘાની જમીન પર ઉમિયાનગરનું નિર્માણ થશે
  • 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
  • 20,000 સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
  • 5,000 માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
  • 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
  • 1200થી વધુ એસ.ટી. બસ તથા ખાનગી બસોમાંથી લોકો રાજ્યભરમાંથી આવશે
  • અમદાવાદમાંથી 300 AMTS બસોમાં લોકો ઉમટશે
  • 3.75 કિમી સ્ક્વૅર ફુટના વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
  • 400 વિઘાની જમીન પર 75000 કાર અને બસોનું પાર્કિંગ
  • 2,000 બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
  • 11,000 પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે

ABOUT THE AUTHOR

...view details