ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ બનશે "સ્ટ્રેસ ફ્રી", ત્રિદિવસીય ધ્યાન ઉત્સવ યોજાશે - ahemdabad news

અમદાવાદઃ  વર્તમાન સમયમાં લોકોમાં અસહિષ્ણુતા, આપઘાત, ગુસ્સો, તણાવ જેવી સમસ્યાઓ વ્યાપક બની રહી છે, ત્યારે અમદાવાદીઓને સ્ટ્રેસ ફ્રી બનવાનો મોકો મળી રહ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ગોવર્ધન ભવન અને પંડિત દીનદયાળ ઓડિટોરીયમ ખાતે 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2020 સુધી ધ્યાન ઉત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

etv bharat
અમદાવાદ બનશે સ્ટ્રેસ ફ્રી, ત્રિદિવસીય ધ્યાન ઉત્સવ યોજાશે

By

Published : Jan 4, 2020, 8:08 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસના સહયોગથી ધ્યાન ઉત્સવ કાર્યક્રમમાં યોજાશે. ધ્યાન ઉત્સવનો મુખ્ય હેતુ શહેરીજનોને તણાવ મુક્ત કરવાનો છે. 5મી જાન્યુઆરીના રોજ સવારે રાજપથ ક્લબથી ધ્યાન ઉત્સવ રેલીનું આયોજન કરવામાં આવશે. 10 કિલોમીટર અને 5 કિલોમીટર એમ 2 મેરેથોન યોજવામાં આવશે. જેમાં શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયા અને મેયર બ્રીજલ પટેલ હાજર રહેશે.

અમદાવાદ બનશે સ્ટ્રેસ ફ્રી, ત્રિદિવસીય ધ્યાન ઉત્સવ યોજાશે

આ મેરેથોન માટે 3500 જેટલા નાગરિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ ધ્યાન ઉત્સવમાં 15 વર્ષથી વધુ વયના લોકો ભાગ લઈ શકશે. શિયાળાને પગલે શહેરીજનો વિવિધ પ્રકારે શારીરિક સ્વાસ્થ્ય જાળવણી માટે સભાનતાથી પ્રયત્નો કરી રહ્યાં હોય છે. તેવામાં આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદીઓ સારો એવો રસ દાખવશે તેવી આશા આયોજકો દ્વારા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details