સાયબર ક્રાઇમની લોનના વિષચક્ર ધોંસ, 400 જેટલી એપ્લીકેશન અને સાઈટ્સને કરી બ્લોક અમદાવાદહાલના સમયમાં અનેકએપ્લિકેશનો અને વેબસાઇટ (Cyber crime Loan Blocked 400 Apps) આવી છે. પરંતું ચેતી જ્જો તમારા ફોનમાં કોઇ એવી એપ્લીકેશન કે વેબસાઇડ ખુલવાના કારણે તમારા ડેટાની સાથે પૈસા ખાલી થઇ શકે છે. આવી જ એપ્લીકેશનો અને વેબસાઇટના સર્વર ચીન અને દુબઇ હોવાનું પણ અમદાવાદ સાયબર ક્રાઇમનીતપાસમાં સામે આવ્યું છે. આ જ માહિતી આધારે ફેક એપ્લીકેશનથી ચાલતા લોનના વિષચક્ર પર પોલીસે ધોંસ બોલાવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે લોનના વિષચક્રમાં ફસાતા લોકોને બચાવવા માટે એકસાથે 400 જેટલી એપ્લીકેશન અને સાઈટ્સને(Applications and Sites Block Ahmedabad) બ્લોક કરી દીધી.
એપ્લિકેશન થકી ખંડણીઆ એપ પરથી પહેલા લોન આપી દેવાતી પછી તેમને મળેલા ડેટાના આધારે બોગસ એપ્લિકેશન થકી રીતસરની ખંડણી મંગાતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં લોન ન ચૂકવે તો વોટ્સએપ પર પર્સનલ ડેટાના આધારે મોર્ફ તસવીરો અને બીભત્સ લખાણ વાઈરલ કરવાની ધમકી આપી હેરેસમેન્ટ કરાતું. આ મોડસ ઓપરેન્ડીમાં પહેલાં લોન અપાય પછી ફરી લોન લેવા મજબૂર કરાય અને એમ ને એમ લોન લેનાર પાયમલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાતી. જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ મિના મહેનત કરી ફરિયાદ નોંધીને આવી એપ્લીકેશનોને (400 application blocks in Ahmedabad) બ્લોક કરાવી દીધી.
આ પણ વાંચો ફ્રાન્સના પેરિસમાં અંધાધૂંધ ગોળીબાર, 2નાં મોતની આશંકા
ફસાઇ જતા છેલ્લા ઘણા સમયથી બોગલ એપ્લીકેશનો અને વેબસાઇટ થકી લોન લેનાર લોકોને પસ્તાવવાનો (400 application blocks in Ahmedabad)વારો આવ્યો છે. લોકો ઓછા વ્યાજદરે અને ડોક્યુમેન્ટ્સ વિના લોન લેવાના ચક્કરમાં ફસાઇ જતા હતા. લોન લીધા બાદ આ વ્યક્તિઓને ફોન અને મેસેજ કરી હેરેસમેન્ટ કરાતું. તેઓએ જ્યારે વેબસાઇટ કે એપ્લીકેશન ડાઉનલોડ કરી હોય ત્યારે તેઓનો પર્સનલ ડેટા પણ પરમિશન સાથે મેળવી લેવાય છે. અને બાદમાં શરૂ કરાય છે હેરેસમેન્ટ. આરોપીઓ એપ ડાઉનલોડ કરાવી 40 ટકા કમિશન પહેલાં કાપી લે ને અઠવાડિયા પછી ઉઘરાણી ચાલુ કરી દેતા.
ઓનલાઈન ગેમ રમતા લોકો પોલીસનું માનીએ તો ઓનલાઈન ગેમ રમતા લોકો પણ આવા સાયબર ક્રિમિનલના શિકાર બને છે. જેમાં ઓનલાઈન ગેમ રમતા લોકો આવા સાયબર ઠગના નિશાને હોય છે. આ મોડ્સ ઓપરેન્ડીમાં જે લોકો ઓનલાઈન ગેમ રમે છે. ગેમમાંના અમુક સ્ટેજ પાર કર્યા પછી તેમને અમુક રકમ તેમના ખાતામાં મળશે તેવી લાલચ આપે છે. અથવા તો પહેલા એડવાન્સ રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવે છે. એક વખત કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ત્યારે એના ફોનનો મોટાભાગનો ડેટા સામેવાળાના સર્વરમાં સેવ થઈ જાય છે. ત્યારબાદ એપ ડાઉનલોડ કરનારના તમામ પર્સનલ ડેટાથી લઈને તમામ કોલ લોગ હોય કે પછી ઇન્ટરનેટ પેમેન્ટ માધ્યમ, તમામ સ્કેન થઈ જાય છે.
અનેક બનાવો આમ મોબાઈલમાં એપ ડાઉનલોડ થતાં જ તેમના રૂપિયા જવાના અનેક બનાવો સાયબર ક્રાઈમના (Cyber crime Loan Blocked 400 Apps) ધ્યાને આવ્યા છે. તો સાથે જ ઊંચા વ્યાજની લાલચ કે ટૂંક સમયમાં રૂપિયા ડબલ કરી દેવા કે પછી ક્રિપ્ટો કરન્સી જેવી લાલચો આપીને પણ લોકોને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. લોન ફ્રોડ દ્વારા ગણાય નહિ એટલી મોટી સંખ્યામાં લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમમાં છેલ્લા ગણા સમયમાં રોજની એવરેજ પાંચ અરજી પણ આવી છે. આ તમામ કાર્યવાહી બાદ હવે સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હીમાં જે તે સંલગ્ન એજન્સીઓ અને ડિપાર્ટમેન્ટને ડિટેઇલ રિપોર્ટ કરી જાણ પણ કરી દેવાઇ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ રેકેટને અંશતઃ બંધ કર્યું છે. લોન એપથી છેતરાયેલા લોકો પણ અલગ અલગ પોલીસના હેલ્પલાઇન નંબર અથવા સાયર ક્રાઇમ ખાતે તથા પોર્ટલ ઉપર ફરિયાદ લોન્ચ કરી શકે છે તેવી અપીલ સાયબર ક્રાઇમ દ્વારા કરાઇ છે.