ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: વસ્ત્રાપુર PIની ઓળખ આપી દલાલ પાસે 1.20 લાખ મંગાવ્યા ઠગે..... - Ahmedabad Latest Crime News

અમદાવાદ: શહેરમાં છેતરપીંડીના બનાવો તો વધી જ રહ્યા છે ત્યારે હવે પોલીસના નામે છેતરપીંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PIના નામે ઠગે જમીન દલાલનો ધંધો કરતા વ્યક્તિએ ફોન કરીને 1.20 લાખ પિતાના ઇલાજના બહાને મંગાવ્યા હતા. આ મામલે વસ્ત્રાપુર PI પાસે જમીન દલાલ પહોંચતા ઠગનો પર્દાફાશ થયો હતો.

અમદાવાદ
ahmedabad

By

Published : Jan 4, 2020, 7:41 PM IST

શહેરના એસ.જી.હાઈવે પર જમીન દલાલનો ધંધો કરતા મુકેશ દેવડા પર વસ્ત્રાપુર PI એમ.એમ.જાડેજાના નામથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે કહ્યું હતું કે, તેમના પિતાને મુંબઈ સારવાર માટે ખસેડ્યા છે અને 1.20 લાખ રૂપિયાની જરૂર છે તો આંગડીયું કરવું પડશે. જમીન દલાલ મુકેશ દેવડાને અગાઉની ફરિયાદના કારણે PI જાડેજા સાથે અવારનવાર મળવાનું થતું હતું. જેથી ફોન કરનારનો અવાજ અલગ લગતા તેમને વસ્ત્રાપુર PI જાડેજાને ફોન કર્યો હતો અને વિગત જણાવી હતી.

અમદાવાદ:વસ્ત્રાપુર PIની ઓળખ આપી દલાલ પાસે 1.20 લાખ મંગાવ્યા ઠગે.
આ મામલે PI જાડેજાએ મુકેશ દેવડાને આંગડીયું કરવા કહ્યું અને બીજી તરફ મુંબઈ પોલીસ તથા પીએમ આંગડીયા પેઢીમાં જાણ કરી હતી કે જે પૈસા લેવા આવે તેને પૈસા આપવા નહિ. અહીંથી આંગળિયું કરાવ્યા બાદ ઠગ ઇસમ મુંબઈ પીએમ આંગડીયામાં પૈસા લેવા પહોચ્યો હતો. જ્યાં મુંબઈ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઠગ પકડાઈ જતા જ વસ્ત્રાપુર પોલીસ મુંબઈ જવા રવાના થઇ છે અને આરોપીને પકડીને અમદાવાદ લાવશે.આ અંગે સવાલ ઉભો થાય છે કે, ઠગ પાસે વસ્ત્રાપુરના ફરિયાદીની માહિતી ક્યાંથી આવી અને નંબર કઈ રીતે મેળવ્યો. આરોપી ઠગે અગાઉ પણ વસ્ત્રાપુર PIના નામે પૈસાની માગણી કરી છે અને માત્ર એક આરોપી નથી અન્ય પણ આરોપી સંડોવાયેલા હોવા તેવી સંભાવના છે. આરોપીને અમદાવાદ લાવ્યા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને તેમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details