અમદાવાદ :અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સવારી હવે વધું મોધી થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ફીમાં ઝીંકવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો આવ્યો છે. ટોલ ટેક્ષના ભાવ વધારાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકારના અચ્છે દિનને લઈને પ્રહાર કર્યા છે.
ટોલ ટેક્ષના ભાવ વધારાને લઈને કોંગ્રેસ : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ બેફામ મોંઘવારી, આવકના ઘટતા જતા સ્ત્રોતો અને આર્થિક સંકળામણનe પારાવાર હાલાકી ભોગવી રહેલા દેશના નાગરિકો અને ગુજરાતના નાગરિકો કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ થતું જાય છે. ખાલી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્ષમાં 10થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાના પહેલા આપણે ચુકવતા તેમાં 15થી 20 રૂપિયાનો વધારો થશે.
કેટલો વધારો થયો : વધુમાં જણાવ્યું હતું કે, એટલે કે સિંગલ ટોલ છે તે 135 રૂપિયા થશે અને રિર્ટના 200 રુપિયા થઈ જશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે 65 અને રીટર્ન ટ્રીપના 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ 85 અને રીટર્ન ટ્રીપ 125 થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘુ થશે અને અન્ય વાહનો માટે પણ મોંધવારીનો માર અંતે તો સામાન્ય જનતા પર આવવાનો છે. આ એક માત્ર નેશનલ હાઈવેના ટોલ ટેક્ષની વાત કરુ છું પણ દેશની અંદરના તમામ નેશનલ હાઈવે પરના જે ટોલ છે ટોલ પર જે ટેક્ષ વસૂલાત છે. એમાં 10થી 15 ટકાનો વધારો 1લી એપ્રિલથી થઈ ગયો છે.