ગુજરાત

gujarat

ETV Bharat / state

AUDA Budget: ઔડાએ 1275 કરોડનું બજેટ મંજૂર કર્યું, શહેરમાં બનશે 1,000 આવાસ - અમદાવાદમાં વોટર સપ્લાયની સુવિધા

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે વર્ષ 2023-24 માટે 1,275.05 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. અમદાવાદ શહેરની નજીક આવેલા ગામો તેમ જ ઔડામાં સમાવેશ ગામોના વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાં અમદાવાદ પાલિકાની અંદર ડ્રેનેજ સિસ્ટમ અને ટીપીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

AUDA Budget: ઔડાએ 1275 કરોડનું બજેટ મંજૂર કર્યું, શહેરમાં બનશે 1,000 આવાસ
AUDA Budget: ઔડાએ 1275 કરોડનું બજેટ મંજૂર કર્યું, શહેરમાં બનશે 1,000 આવાસ

By

Published : Mar 10, 2023, 7:46 PM IST

2,000 આવાસોના કામ ચાલુ

અમદાવાદઃરાજ્યના શહેરોની સાથે ગામડાંઓનો પણ સારી રીતે વિકાસ થાય તેમ જ મહાનગરપાલિકામાં અમુક અંતર સુધીના ગામડાના વિકાસ માટે શહેરી વિકાસ મંડળની રચના કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ મંડળમાં આવતી નગરપાલિકા તેમ જ ગામડા વિકાસને ધ્યાનમાં લઈ 1275 કરોડ રૂપિયાનું બજેટને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃDamage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ

2,000 આવાસોના કામ ચાલુઃઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી. પી. દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા જે પણ ગામડાઓનો સમાવેશ થાય છે. તે ગામડાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ આપવાનો આ બજેટમાં પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ફરતે તૈયાર કરવામાં આવેલો રિંગ રોડની મેઈન્ટેનન્સ અને કામગીરી એ ઔડા હસ્તક છે. જ્યારે હાલમાં રિંગ રોડ ઉપર ત્રણ બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ચાલુ વર્ષમાં વધુ 2 બ્રિજ ચાલુ નાણાકીય વર્ષમાં પૂરા કરાશે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલમાં ઔડા દ્વારા 2,000 મકાનોનું કામ ચાલુ છે.

2023-24નું 1275.05 કરોડનું બજેટઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23 સુધારા અંદાજ મુજબ, 450.32 કરોડ અને સુધારો ખર્ચનો અંદાજ 788.43 કરોડ થવા પામે છે. ત્યારે નાણાકીય વર્ષ 2023-24ના બજેટનું કદ વધારીને 1275.5 કરોડ કરવામાં આવ્યું છે. તેમાં હાલ અમદાવાદ શહેર રિંગરોડ પર બ્રિજની કામગીરી ચાલી રહી છે. તો આગામી સમયમાં નવા બ્રિજ બનાવવા 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા કામમાં 70 કરોડ રૂપિયાની જોગવાઈ તેમ જ નવા એલ.આઈ.જી આવાસો માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં વધુ 1,000 આવાસો બનાવવાનું લક્ષ્યાંક આજના બજેટમાં મૂકવામાં આવ્યું છે.

બજેટ મંજૂર

ટીપી વિસ્તારના રોડના બાંધકામ માટે 350 કરોડઃઔડા વિસ્તારમાં વિવિધ ટીપી અને ડીપી વિસ્તારોના રોડના બાંધકામ માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ઔડા વિસ્તારના રહેવાસીઓને વોટર સપ્લાયની સુવિધા પૂરી પાડવા વધુ 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ ડ્રેનેજ સ્ટ્રોન્ગ વૉટર અને સુએજ ટ્રિટમેન્ટની કામગીરીના નવા તેમ જ જૂના કામો માટે કોઈ 61.20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઔડા વિસ્તારમાં હાલમાં શેલા, દહેગામ અને મહેમદાવાદમાં ઑડિટોરિયમ અને કમ્યુનિટી હૉલની કામગીરી ચાલી રહી છે. આ માટે 30.42 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તળાવ ડેવલપ કરવા 25 કરોડની જોગવાઈઃઔડા વિસ્તારની અંદર તળાવ અને વધુ સુદ્રઢ કરી તળાવોને વિકાસ કરવા 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નવા 10 ગામોના તળાવનો વિકાસ કરવામાં આવશે. ઉપરાંત હાલમાં ઔડા ભવનના નિર્માણ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આગામી સમયમાં ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઔડા વિસ્તારના રમતગમતના મેદાનો વિકાસ કરવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બોપલમાં ફાયર સ્ટેશનઃબોપલમાં ફાયર સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ માટે 1.1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત સત્તા મંડળના વિસ્તારમાં સર્વાંગી વિકાસની કામગીરી માટે એશિયન ડેવલપમેન્ટ પાસેથી 1,900 કરોડની લોનની માગણી કરવામાં આવી છે, જેના ડીપીઆર પ્રારંભિક તબક્કે મંજૂર કરવામાં આવી છે. આમાં એડીબી દ્વારા લોન મંજૂર થવાથી પ્રોજેક્ટ હેઠળના કામો માટે 156 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃCongress Reaction : 30700 કરોડની પૂરક માગણી લાવતાં સરકાર પર ભડકી કોંગ્રેસ, શૈલેષ પરમારે તીખા શબ્દપ્રહાર કર્યાં

પાણીના પ્રોજેક્ટની કામગીરી માટે 100 કરોડઃઅમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં તેમ જ ભવિષ્યમાં વિસ્તારમાં જવાની સંભાવના ધરાવતા ગામોને જીવન યોજના અંતર્ગત આશરે 45 જેટલા ગામડે પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી માટે શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details