ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધ્યો, અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇ વિરોધ દર્શાવ્યો

ગુજરાત ડીજીપી વિકાસ સહાય દ્વારા અમુક વર્ષ ફરજ બજાવી ચૂકેલા ટીઆરબી જવાનોને છૂટા કરવાના નિર્ણયના પગલે હવે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં સુભાષ સર્કલ પર એકઠાં થયેલા ટીઆરબી જવાનોએ રોષ વ્યક્ત કર્યો છે. Ahmedabad TRB Jawans Discharge Order Protest DGP Vikas Sahay Yuvrajsinh Jadeja

ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધ્યો, અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇ વિરોધ દર્શાવ્યો
ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધ્યો, અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇ વિરોધ દર્શાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 2:45 PM IST

ટીઆરબી જવાનો મુશ્કેલીમાં

અમદાવાદ : ગુજરાતમાં લાંબા સમયથી ફરજ બજાવતા ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય ગુજરાત ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડની ટૂંકા સમયગાળામાં હવે ફરજ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવતાં આજે ટીઆરબી જવાનો દ્વારા એકઠા થઇને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અનેક જગ્યાએ વિરોધ : રાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાના નિર્ણયને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ટીઆરબી જવાનોએ સુભાષ સર્કલ પાસે આવેલી કલેકટર કચેરીએ યુવા નેતા યુવરાજસિંહની આગેવાનીમાં સરકાર સામે રોષ વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું હતું.

6000 ટીઆરબી જવાનને અસર :ટીઆરબી જવાનો અંગેના રાજ્ય સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધુ ટીઆરબી જવાનો પ્રભાવિત થયા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી. જો પરિપત્ર પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં આંદોલન શરૂ કરાશે તેવું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએે જણાવ્યું હતું.

ધરણા પ્રદર્શનની ચીમકી :આ સાથે ધરણા પ્રદર્શનની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક નિયમનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને છૂટા કરવામાં આવશે તો તમામ એક સાથે બેરોજગાર બની જશે ત્યારે તેના હિતમાં આ નિર્ણય લેવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી.

ટીઆરબી જવાનોમાં આક્રોશ : સમગ્ર રાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાના પગલે અમદાવાદમાં પણ આજે ટીઆરબી જવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્રથી રાજ્યમાં ઠેર ઠેર દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ સહિત સુરતમાં ટીઆરબી જવાનોનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ કલેક્ટર કચેરી બહાર TRB જવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર આપી સરકારના પરિપત્રને પાછો ખેંચવામાં આવે તેવું જણાવ્યું હતું.

કલેકટર કચેરીએ એકઠાં થયાં : ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધુ વકરતા આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ટીઆરબી જવાનોની મોટી ભીડ એકત્ર થઈ હતી. ટીઆરબી જવાનોનો વિરોધ હાલ પરિપત્ર પાછો ન ખેંચાય ત્યાં સુધી યથાવત જોવા મળી રહ્યો છે. સરકાર પરિપત્ર પરત ખેંચે તેવી માંગ સાથે ટીઆરબી જવાનો સરકાર સામે મેદાને પડયા છે. રોજગારી છીનવતી સરકાર નિર્ણય પરત લે તેવો અવાજ પણ ટીઆરબી જવાન ઉઠાવી રહ્યા છે.

  1. એક દીકરીની માતા-વિધવા મહિલાની વ્યથા રાજ્ય સરકાર સમજશે ? રાજ્ય સરકારના નિર્ણયે કેટલાય ટ્રાફિકકર્મીઓના પરિવારનું બીપી વધાર્યું
  2. ટીઆરબી જવાનો માટે હવે કોંગ્રેસ હાઇકોર્ટ જવાની તૈયારી બતાવી, ટીઆરબી જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા
  3. ટીઆરબી જવાનો માટે વજ્રઘાત, કેટલાકના પરિવારો મુશ્કેલીમાં તો નોકરી જવાથી કેટલાકના લગ્ન સંબંધો તૂટવાની ચિંતા

ABOUT THE AUTHOR

...view details