ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Traffic: હવેથી લેફ્ટ ટર્નની જગ્યા ખાલી રાખવી પડશે, CCTVથી રખાશે નજર - Ahmedabad news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આગામી સમયમાં અમદાવાદ શહેરના વધુ 16 જંકશન પર ડાબી બાજુના વળાંકની જગ્યા ખાલી રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓ આગામી સમયમાં યુકેમાં યોજાનાર આરોગ્ય લક્ષી કાર્યક્રમમાં હાજરી આપશે.

AMCના આરોગ્ય અધિકારી જશે UK
AMCના આરોગ્ય અધિકારી જશે UK

By

Published : Feb 27, 2023, 10:24 AM IST

Updated : Feb 27, 2023, 10:37 AM IST

AMCના આરોગ્ય અધિકારી જશે UK

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયર વિભાગના સાધનો મરામત કરાવવી તેમજ અમદાવાદ શહેરમાં વધુ 16 જગ્યા પર ડાબી બાજુના વળાંકની જગ્યા ખાલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની અંદર અવારનવાર આગની અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે યોગ્ય સમયે જ ફાયરના સાધનો કામ કરતા ન હોવાથી ઘણી મોટી જાનહાની પણ પહોંચતી હોય છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ સાધનોને સમયાંતરે ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad News : ગેરકાયદેસર બાંધકામની 13,425 અરજી મળી, 100થી વધુનો નિકાલ

આગામી દિવસોમાં યુકે ખાતે યોજાનાર આરોગ્યના કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ અધિકારી અને બે પદાધિકારી યુકે જશે. જેમાં હેલ્થના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરી, આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી, ચેપી રોગની હોસ્પિટલના અધિકારી, મેયર તેમજ હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ યુકે જશે. જેમાં આ પ્રવાસમાં જવાનો તમામ ખર્ચ યુ.કે ભોગવશે.-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ

લેફ્ટ ટર્ન ફ્રી:અમદાવાદ મહાનગરપાલિકામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે વધુ 16 જગ્યા પર લેફ્ટ ટર્ન ફ્રી રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. જે આગામી દિવસોમાં અમલીકરણ કરવામાં આવશે. જે જંકશન પર વધુ ટ્રાફિક થતો હશે તેવા 16 લોકેશન નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સી જી રોડ પર દબાણ દૂર કરવાના તેમજ સીજી રોડના ખુમચા વાળા તેમજ અન્ય આવા રસ્તાના કિનારે રહેલા દબાણો દૂર કરવાની પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad Corporation Budget: પ્રથમ દિવસે કોંગ્રેસના આક્રમક પ્રહાર, કહ્યું ભાજપ છેત્તરપીંડિ કરે છે

ફાયર સાધનોની મરામત:અમદાવાદ શહેરમાં અવારનવાર આગના બનાવ બનતા હોય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ફાયરની ગાડી વર્કિંગ કન્ડિશનમાં નથી. તેવી નોંધ લેવામાં આવી છે. અમદાવાદ ફાયરના સાધનોની જરૂરિયાત સમયે જ કામ કરતા નથી. જેમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ હોય કે પછી રોબર્ટ હોય કે શેષનાગ હોય આવા એક પણ ગાડીઓ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળતી નથી. તેથી ફાયર વિભાગના અધિકારીની સુચના આપવામાં આવી હતી કે આવા સાધનોને ચકાસણી ફરજિયાત કરવામાં આવે. જેથી આ સાધનો ઉપયોગ ન થતો હોવાથી ખરાબ પણ થવાની શક્યતાઓ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. હવે આગામી સમયમાં એક હાઇડ્રોલિક પ્લેટફોર્મની મરામત માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 9 લાખનો જંગી ખર્ચ પણ કરવામાં આવશે.

Last Updated : Feb 27, 2023, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details