ગુજરાત

gujarat

ETV Bharat / state

Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) બિસ્માર રોડ ટ્રાફિક અરે રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્પટની અરજી સામે પોલીસ કમિશ્નરે એફિડેવિટ(Municipal Commissioner Affidavit) રજૂ કર્યું હતું. એફિડેવીટમાં ટ્રાફિક પોલીસે(Ahmedabad Traffic Police) ઉલ્લેખ કર્યો હતો કે, શહેરમાં ગેરકાયદે પાર્કિંગ બદલ ત્રણ વર્ષમાં 7,44,425 કેસ કરવામાં આવ્યા છે.

Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા
Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

By

Published : Nov 23, 2021, 9:44 AM IST

  • રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોર મામલે કન્ટેમ્પટની અરજી
  • કોર્ટે અગાઉ હુકમ કર્યો હોવા છતાં તેને સંપૂર્ણપણે પાલન ન કરાતા અરજી
  • અગાઉ મનપા કમિશનર બાદ પોલીસ કમિશનરે રજૂ કર્યું એફિડેવીટ
  • ગેરકાયદેસર પાર્કિંગ બદલ કુલ 7,44,425 કેસ કરવામાં આવ્યા

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) બિસ્માર રોડ ટ્રાફિક અરે રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્પટની અરજી સામે પોલીસ કમિશ્નરે એફિડેવિટ(Municipal Commissioner Affidavit) રજૂ કર્યું હતું. એફિડેવીટમાં ટ્રાફિક પોલીસે ઉલ્લેખ કર્યો હતો કે, શહેરમાં ગેરકાયદે પાર્કિંગ(Ahmedabad Traffic Police) બદલ ત્રણ વર્ષમાં 7,44,425 કેસ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) અને GIDC વિસ્તારમાં હેલ્મેટ વિના પ્રવેશ પણ નિષેધ કરવામાં આવ્યો છે.

2021માં કુલ 7643 જેટલા ગેરકાયદેસર દબાણને હટાવવામાં આવ્યા

અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ(Bismarck roads in Ahmedabad), રખડતા ઢોર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે અગાઉ હાઇકોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેનુ સંપૂર્ણ પાલન ન થતાં એફિડેવિટની અરજીમાં ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે. વર્ષ 2021માં કુલ 7643 જેટલા ગેરકાયદેસર દબાણને હટાવવામાં આવ્યા છે. ઓગસ્ટ 2018થી નવેમ્બર 2021 વચ્ચેના સમયમાં 3692 નોટિસ આપવામાં આવી છે. 16 માર્ચ 2020થી 21 માર્ચ 2001-20 સુધી 10.12 લાખનો દંડ વસૂલાયો છે. જ્યારે AMCની હદમાં આવતા કુલ 18 હજાર ચોરસ ફુટની જગ્યા પરથી દબાણો હટાવવામાં આવ્યા છે. ઓગસ્ટ 2018થી નવેમ્બર 2021ના ગાળા દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ(Illegal parking in Ahmedabad) બદલ કુલ 7,44,425 કેસ કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટી,GIDC કોમ્પલેક્ષ, ડાયમંડ એસોસિયેશન વિસ્તારોમાં પણ હેલ્મેટ ફરજિયાત

આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ બદલ 48.68 લાખના ઇ ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જોકે બીજી તરફ ટ્રાફિક પોલીસે એ પણ સ્વીકાર્યું છે કે ,રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને આ સામે પણ ઢોર માલિકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે યુનિવર્સિટી, GIDC કોમ્પલેક્ષ, ડાયમંડ એસોસિયેશન વિસ્તારોમાં પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, ટ્રાફિક(Ahmedabad Traffic Police) મોનીટરીંગ માટે 82 જંકશનો ઉપર 226 કેમેરા તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 92 જંકશનો ઉપર 1356 કેમેરા લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવામાં શૂન્ય

ABOUT THE AUTHOR

...view details