શહેરના અમરાઈવાડી પાસે રબારી કોલોની વિસ્તારમાં પોલીસ સાથે ફરજ દરમિયાન દારૂના નસામાં એક શખ્સે ઝપાઝપીની સાથે પોલીસ પર હુમલો કર્યો હતો. તો આરોપી દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. જેને લઇને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી દારૂના નશામાં રિક્ષાચાલક અને મુસાફરોને પણ પરેશાન કરતો હતો. આરોપી વિરુદ્ધ પોલીસની ફરજમાં રુકાવટ અને મારામારી કરવાની કલમ હેઠળ ગુનો નોધવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર ફરજ દરમિયાન હુમલો - રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદ
અમદાવાદ: ટ્રાફિકના નિયમો કડક થતા પોલીસ સાથે લોકોના ઘર્ષણના બનાવો વધ્યા છે, ત્યારે રબારી કોલોની પાસે ટ્રાફિક પોલીસ સાથે ફરજ દરમિયાન ઝઘડો કરીને મારામારી કરવાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.
![અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર ફરજ દરમિયાન હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4489547-thumbnail-3x2-ahem.jpg)
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર ફરજ દરમિયાન હુમલો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પર ફરજ દરમિયાન હુમલો
અમરાઈવાડી વિસ્તારમાં આવેલ નાગરેલી મંદિર પાછળ સમારકામનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મંદિરના પૂજારી નિરીક્ષણ માટે ગયા હતાં, ત્યારે એક મહિલા સાથે બોલાચાલી થઇ હતી. મહિલાએ આ મામલે પૂજારી વિરુધ છેડતીની ફરિયાદ નોધાવી હતી તો પૂજારીએ પણ મહિલા વિરુધ ફરિયાદ નોધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.