અમદાવાદ: લોકડાઉનમાં પરપ્રાંતિયોને પોતાના વતન પરત જવા માટે સરકાર દ્રારા ઓનલાઇન અરજી કરવાની સુવિધા કરવામાં આવી છે. પરંતુ મોટા ભાગના મજૂરો પાસે સ્માર્ટ ફોન નથી કે તેઓ અભણ છે. પરિણામે તેમને તંત્રની કામગીરીમાં કશી ખબર પડી નહોતી.
અમદાવાદમાં લોકડાઉનમાં પરપ્રાંતિયોને પોતાના રાજ્યમાં મોકલાવ આખરે ઓફલાઇન પ્રોસેસ - corona virus in gujarat
લોકડાઉનમાં પરપ્રાંતિયોને પોતાના વતન પરત જવા માટે સરકાર દ્રારા ઓનલાઇન અરજી કરવાની સુવિધા કરવામાં આવી છે. જેના કારણે મજૂરો અટવાયા છે. કારણ કે, તેમની પાસે સ્માર્ટ ફોન નથી કે ભણેલા નથી. જેની જાણ સરકારને થતા શ્રમિકોને ફોર્મ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
![અમદાવાદમાં લોકડાઉનમાં પરપ્રાંતિયોને પોતાના રાજ્યમાં મોકલાવ આખરે ઓફલાઇન પ્રોસેસ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7057834-318-7057834-1588595524567.jpg)
ફક્ત સરકાર તેમને વતન લઇ જાય છે, તેમ માની જરૂરી સામાન સાથે તેઓ કલેક્ટર કચેરી અને રેલવે સ્ટેશનના ધક્કા ખાતા થઈ ગયા હતા. તેમને રોડ પર રહેવાનો વારો આવ્યો હતો. સરકારી બાબુઓને મોડે મોડે ખબર પડતા તેમને જે તે વિસ્તારની સરકારી ચાવડીઓમાથી આ શ્રમિકોને ફોર્મ આપવાનું શરૂ કર્યું છે. જરૂરી વિગતો સાથે ફોર્મ ભરીને પરત તે જ કચેરીમાં જમા કરાવવાથી તંત્ર તેનું લીસ્ટ બનાવશે અને તેમને અહીંથી જવા માટે ટ્રેન કે એસ.ટીની વ્યવસ્થા કરી આપશે. અગાઉ પણ ઇટીવી ભારતે શ્રમિકોનો આ મુદ્દો ઉઠાવ્યો હતો.
જો સરકારી બાબુઓએ પહેલાથી ડહાપણ વાપરીને થોડું વિચાર્યું હોત તો આમ શ્રમિકોને રસ્તા પર રઝળવું ના પડ્યું હોત કે ના સોસિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોત. આશ્ચર્ય તો એ છે કે કલેક્ટર કચેરીએ પરપ્રાંતિયોની ભીડ થતા હવે લોકોને સૂચના આપવા લાઉડ સ્પીકર લગાવાય છે.