ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પુત્રવધૂએ કરેલા કેસમાં એફિડેવિટ માટે પુત્રવધૂને 2.50 કરોડ આપતા પૈસા પોલીસે જપ્ત કર્યા - Vastrapur Police Station

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાણીતા બિલ્ડર રમણ પટેલની પત્ની અને પુત્ર વિરુદ્ધ પુત્રવધૂએ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ અંગેનો પણ ગુનો નોંધ્યો હતો. જેથી આ સમગ્ર મામલાની પતાવટ માટે પુત્રવધૂને 2.50 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા. જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ: પુત્રવધૂએ કરેલા કેસમાં એફિડેવિટ માટે પુત્રવધૂને 2.50 કરોડ આપતા પૈસા પોલીસે જપ્ત કર્યા
અમદાવાદ: પુત્રવધૂએ કરેલા કેસમાં એફિડેવિટ માટે પુત્રવધૂને 2.50 કરોડ આપતા પૈસા પોલીસે જપ્ત કર્યા

By

Published : Aug 28, 2020, 10:03 AM IST

અમદાવાદઃ શહેરના જાણીતા બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મૌનગ અને પત્ની વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ શરીરો માનસિક ત્રાસ તથા જીવલેણ હુમલો અને હત્યાનો પ્રયાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ આરોપીઓ ફરાર થયા હતા. જેમની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન એફિડેવિટથી પિતા પુત્રની જામીન થઈ શકે જેથી મૌનાગ પટેલે પુત્રવધૂને 2.50 કરોડ રૂપિયા આપ્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે 2.50 કરોડ રૂપિયા કબ્જે કર્યા હતા. પૈસા કબ્જે કરીને તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાપુર પોલીસને સોંપી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ પૈસા મામલે પણ હવે તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details