ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ, આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ - news in Ahmedabad

વટવા GIDCમાં ફેઝ માં આવેલી કંપનીઓમાં અચાનક આગ લાગી જતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બન્ને કેમિકલ કંપની હતી. જેમાં એક માતંગી ઈન્ડસ્ટ્રીઝ અને એક જેગ્સન કલરકેમ કંપની હતી.

અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ પર આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ પર આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ

By

Published : Dec 9, 2020, 4:31 PM IST

Updated : Dec 9, 2020, 5:24 PM IST

  • અમદાવાદના વટવા GIDCમાં 2 કેમિકલ કંપનીઓમાં આગનો બનાવ
  • માતંગી ઈન્ડસ્ટ્રીઝ અને જેગ્સન કલરકેમમાં આગ લાગી
  • ધડાકાઓ સાથે આગ લાગતા આસપાસના લોકો ભયભીત

અમદાવાદ : શહેરમાં ફરી એક વખત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ચાર ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ સાથે આગ ફેલાતા છ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ સૌથી કરુણ વાત એ છે કે, આગમાં 20 પરિવારો બેઘર થઈ ગયા અને 65 લોકોની છત છીનવાઈ ગઈ છે. આ બન્ને કંપનીમાં અચાનક ધડાકો થયો હતો અને બાદમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગ લાગવાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની 30 ગાડીઓની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. કેમિકલ કંપનીમાં સોલવન્ટ વધુ માત્રામાં હોવાથી આગ વધુ ફેલાઈ હતી. જોકે, તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, ફેક્ટરી કાર્યરત નહોતી.

અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ પર આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ

બંધ ફેકટરીઓમાં સોલનવન્ટ હોવાથી આગ વધુ પ્રસરી
વટવામાં આવેલી માતંગી ઇન્ડસ્ટ્રીઝ અને જેકસન કલેકમમાં લાગેલી આગના કારણે અન્ય બે ફેકટરીઓ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જોકે, કેમિકલ ફેકટરીઓમાં ધડાકાઓ સાથે આગ લાગતા આસપાસના લોકો ભયભીત બન્યા હતા. જોકે, આગ એટલી હદે વિકરાળ હતી કે, 30 ફાયર ફાઇટર્સની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર બ્રિગેડના ઓફિસર દાવો કર્યો છે કે, કોઇ જાનહાનિ થઇ નથી. અમદાવાદની વટવા GIDCની બે બંધ ફેકટરીમાં આગનો બનાવ બન્યો છે. જોકે આ બંધ ફેકટરીઓમાં સોલનવન્ટ હોવાથી આગ વધુ પ્રસરી હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે આ ફેકટરી હાલ કાર્યરત ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. માતંગી કંપનીમાં આગ લાગ્યા બાદ આસપાસની અન્ય ત્રણ ફેક્ટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ, જેમાં જેકસન કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયું સાથે સાથે અલગ અલગ કરીને બહાર રહેલા છ જેટલા વાહનો મળીને ખાખ થઈ ગયા હતા. એટલું જ નહીં ફેક્ટરીની પાસે રહેતા શ્રમજીવી પરિવારના 20 ઝુંપડા અને તેમાં રહેલી ઘર વખરીનો તમામ સામાન આગમા નાશ પામ્યો અને 20 પરિવાર ઘરવિહોણા બન્યા હતા.
અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ પર આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસ રહેલા શ્રમિકો 5 થી 6 કિલોમીટર દૂર ભાગી ગયા

અમદાવાદ શહેર અને રાજ્યોમાં બની રહેલી જીવલેણ આગની ઘટનાઓ બાદ આજની આગે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા, કારણ કે સોલ્વન્ટમાં થતા ધડાકા 5થી 7 કિલોમીટર દૂર સુધી સંભળાવતા હતા અને ફેક્ટરીની આસપાસ રહેતા શ્રમિકો ત્રણથી ચાર કિલોમીટર દૂર ભાગી જવા મજબૂર બન્યા હતા. આવા સંજોગોમાં ફાયર અધિકારીઓનું જણાવ્યું છે કે, શહેરના વિકાસની સાથે રહેણાંક વિસ્તારો પણ જીઆઇડીસી નજીક આવી રહ્યા છે. આ માટે આવા યુનિટ ફેક્ટરીઓ માનવ વસાહતથી દુર સ્થાપવા જોઈએ. જેથી આગ લાગે અથવા કોઈ મોટી હોનારત સર્જાય તો મોટી જાનહાનિને રોકી શકાય.

આગની ઘટના બાદ પોલીસ શું કાર્યવાહી કરશે, સૌથી મોટો સવાલ થયો ઉપસ્થિત

વટવા જીઆઈડીસીની ચાર કંપનીઓમાં લાગેલી આગને ફાયર વિભાગે કાબૂમાં લઈ લીધી છે. પરંતુ આગનું કારણ જાણવા અને કોઈ બેદરકારી છે કે, કેમ તેની માહિતી મેળવવા માટે એફ.એસ.એલ gpcb ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીઆઇડીસીના કેમિકલની તપાસ કરતી એજન્સીઓ કામે લાગી છે. તપાસ દરમિયાન જો કોઈ બેદરકારી અથવા તો ક્ષતિ સામે આવશે તો પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરશે. ત્યારે જોવું એ રહ્યું કે, આગની ઘટના બાદ પોલીસ શુ કાર્યવાહી કરે છે.
Last Updated : Dec 9, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details