ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: હવે શાળામાં શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં, સ્કૂલમાં પ્રવેશતા સમયે આચાર્ય પાસે જમા કરાવવા આદેશ

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફરી એકવાર અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકોને મોબાઇલ રાખવા પર પ્રતિબંધનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી તમામ શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યને જમા કરાવવાનો રહેશે.

હવે શાળામાં શિક્ષક મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં
હવે શાળામાં શિક્ષક મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં

By

Published : Aug 3, 2023, 3:56 PM IST

હવે શાળામાં શિક્ષક મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં

અમદાવાદ: રાજ્યની અનેક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી હતી તેનું યોગ્ય અમલ ન થતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફરી એકવાર પરિપત્ર જાહેર કરવાની ફરજ પડી છે.

હવે શાળામાં શિક્ષક મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં

"અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય માં આવતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ખાનગી શાળાઓમાં મોબાઈલ ફોન નો ઉપયોગ ના કરવામાં આવે તેની સૂચના પહેલા પણ આપવામાં આવી હતી પરંતુ તેનો ઉપયોગ યથાવત રહેતા ફરી એકવાર પરિપત્ર જાહેર કરવાની ફરજ પડી છે. જો આ પરિપત્રનો ફરી એકવાર ઉલ્લંઘન થશે તો તેમની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે"--રોહિત ચૌધરી (અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી)

પરિપત્ર જાહેર કરવાની ફરજ:ફરી એકવાર પરિપત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન કામગીરી માટે જરૂરિયાત ઊભી થતી હોય છે. તેવા સમયે શિક્ષક મોબાઈલ ફોનનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના અંગત કારણ માટે ફોન નો ઉપયોગ કરી શકશે નહીં. જોકે આને લગતો પરિપત્ર પહેલા પણ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ શાળાઓ દ્વારા તેનો અમલ થતો ન હતો જેને લઈને બીજી વખત પરિપત્ર જાહેર કરવાની ફરજ પડી છે.

દંડનીય કાર્યવાહી:માત્ર રીશેષ ઉપયોગ શિક્ષકોએ શાળામાં પ્રવેશ કરતા જ આચાર્યને પોતાનો મોબાઇલ જમા કરવાનો રહેશે. શિક્ષક પોતે પોતાનો મોબાઈલ માત્ર રિશેષ દરમિયાન જ ઉપયોગ કરી શકશે. આ સિવાય શૈક્ષણિક કાર્ય તેમજ શિક્ષક વહીવટી કામ અને ઓનલાઇન સ્લાઈડ દર્શાવવા માટે જ ફોન નો ઉપયોગ કરી શકશે. જો આ સિવાય મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જણાશે તો તેમના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

  1. Custodial Death Gujarat: ગુજરાતનું કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ સ્થાન, 5 વર્ષમાં 81 કસ્ટોડિયલ ડેથ
  2. Ahmedabad News : એબીવીપીએ નવા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનું અધ્યયન કર્યું, સરકારને સૂચનો કર્યાં

ABOUT THE AUTHOR

...view details