ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Swimming Pools: આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 સ્વિમિંગ પુલ, આવી જોરદાર છે સુવિધાઓ

ઉનાળાની પ્રખર ગરમીમાં રાહત મેળવવાનો એક ઉપાય સ્વિમિંગ પણ છે. હાલ એએમસીના 14 મોટા અને 14 નાના સ્વિમિંગ પુલ જુદાજુદા વિસ્તારોમાં છે. આંતરરાષ્ટ્રીયકક્ષાના 8 સ્વિંમિંગ પુલ છે. ત્યારે ફી વગેરે સુવિધા કેવી છે તે વિશે વધુ જાણો.

Swimming Pools in Ahmedabad : AMC પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 સ્વિમિંગ પુલ, ફી વગેરે સુવિધા કેવી છે જાણો
Swimming Pools in Ahmedabad : AMC પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 સ્વિમિંગ પુલ, ફી વગેરે સુવિધા કેવી છે જાણો

By

Published : Mar 17, 2023, 7:19 PM IST

જોધપુર અને વસ્ત્રાલના સ્વિમિંગ પુલને PPP ધોરણે ચલાવવા અપાયાં છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 18 જેટલા સ્વિમિંગ પુલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નાના અને મોટા વ્યક્તિઓને પણ શીખવા માટે સ્પેશિયલ ટ્રેનર દ્વારા કોચિંગ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં કુલ 8 સ્વિમિંગ પુલ છે. અમદાવાદમાં ઉનાળાની સીઝનમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગનો ઉપયોગ કરતા હોય છે. મેટ્રોસિટી અમદાવાદમાં શહેરીજનો સ્વિમિંગની સુવિધાઓ વિશે હકારાત્મક વલણ ધરાવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર સ્વિમિંગ પુલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નાના બાળકો માટે અલગ અને મોટા વ્યક્તિઓ માટે પણ અલગ સ્વિમિંગ પુલો તૈયાર કરવામાં આવ્યા છે.

14 મોટા અને 14 નાના સ્વિમિંગ પુલ: એએમસી રીક્રિએશન અને હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં ઉનાળાની સિઝન આવી રહી છે. મોટાભાગના લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વિમિંગનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે વેકેશન દરમિયાન પણ બાળકોને સ્વિમિંગ શીખવવા માટે અલગ અલગ કોચિંગમાં મૂકવામાં આવતા હોય છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં 14 મોટા અને 14 નાના સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જોધપુર અને વસ્ત્રાલ ખાતે આવેલા સ્વીમીંગ પુલને PPP ધોરણે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો

આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પુલ આગામી સમયમાં : અમદાવાદ શહેર ઓલમ્પિકની યજમાનીની કરી રહ્યું છે. ઓલમ્પિક રમતમાં સ્વિમિંગ પણ એક મહત્વની રમત છે. એવા સમયે અમદાવાદ કોર્પોરેશન પાસે હાલમાં કુલ 8 જેટલા સ્વિમિંગ પુલ જે આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. જેની અંદર સ્પેશિયલ અલગ રીતે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અમદાવાદ શહેરના સ્ટેડિયમ, વાસણા, વાડજ, સાબરમતી, રાણીપ, સી.ટી.એમ, ઓઢવ, અને કાંકરિયા ખાતે આ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પુલ આવેલા છે. આ સ્વિમિંગ પુલમાં ટ્રેનરનો ચાર્જ અલગથી લેવામાં આવે છે.

અલગ અલગ ગ્રેડ : શહેરમાં આવેલા સ્વિમિંગ પુલને અલગ અલગ ગ્રેડ આપવામાં આવ્યા છે. જ્યારે તેનું ફ્રી ધોરણ પણ અલગ અલગ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પુલને A ગ્રેડ અને અન્ય સ્વિમિંગ પુલને બી ગ્રેડ આપવામાં આવ્યો છે. જેમાં A ગ્રેડની વાર્ષિક ફી 3600 રૂપિયા જ્યારે B ગ્રેડની વાર્ષિક ફી 1500 રૂપિયા રાખવામાં આવી છે. જેની અંદર દરેક વ્યક્તિને એક સ્વિમિંગ કોચ પણ આપવામાં આવે છે. જે સ્વિમિંગ માટે આવનાર વ્યક્તિઓને ટ્રેનિંગ પણ આપે છે.

આ પણ વાંચો Swimming Pool: વડોદરામાં સ્વિમિંગ શીખનારાઓની સંખ્યા વધી, પરંતુ લેડીઝ બેચમાં ટ્રેનરનો અભાવ

સ્વિમિંગ માટે અલગ અલગ બેંચ : સ્વિમિંગ ટ્રેનરના જણાવ્યા અનુસાર ઉનાળાની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ માટે આવતા હોય છે. જ્યારે તેને ધ્યાનમાં લઈને અલગ અલગ બેંચ પણ તૈયાર કરવામાં આવે છે. હજુ કે હાલથી જ મોટી સંખ્યામાં લોકો પોતાનું એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જ્યારે એક બેચમાં અંદાજિત 40 થી 50 લોકો સ્વિમિંગ માટે આવતા હોય છે. અલગ અલગ સ્વિમિંગ પુલ પ્રમાણે અલગ અલગ બેન્ચ હોય છે. એટલે કહી શકાય કે દૈનિક અંદાજિત 200 જેટલા લોકો સ્વિમિંગ પુલનો લાભ લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details