અમદાવાદ:અમદાવાદ શહેરની અલીના શેખ નામની યુવતી કિડનીની બીમારીની સારવાર માટે છેલ્લા ત્રણ મહિનાથી એસ.વી.પી હોસ્પિટલમાં આવતી હતી. હોસ્પિટલના 12માં ફ્લોર ઉપર પતિ તેમજ નણંદ સાથે ડાયાલિસિસ માટે ગઈ હતી. પાણીની તરસ લાગી છે, એવું કહીને તે બહાર ગઈ અને પછી મોતની છલાંગ લગાવી દીધી હતી. કિડનીની બીમારીથી કંટાળી જઈને યુવતીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ યુદ્ધના ધોરણે હોસ્પિટલ પહોંચી હતી. આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ પતિ તેમજ પરિવારજનોના નિવેદન બાદ પોલીસ તપાસમાંથી સામે આવશે.
આ પણ વાંચો Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો
પોલીસ ઘટના સ્થળે: માહિતી મળતાની સાથે જ એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અમદાવાદની SVP હોસ્પિટલના 12માં માળે કિડનીની બીમારીની સારવાર લઈ રહેલી અલીના શેખ નામની યુવતીએ આત્મહત્યા કરી છે. જેમાં અલીના શેખને ઘણાં સમયથી કિડનીની બીમારી હોય તે ડાયાલિસિસની સારવાર માટે SVP હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી ડાયાલિસિસ કરાવવા માટે આવતી હતી. જોકે અંતે પોતાની કિડનીની બીમારીથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.મૃતક અલીના શેખ SVP હોસ્પિટલમાં 12માં માળે ડાયાલિસિસ માટે પતિ અને નણંદ સાથે સવારે 9 વાગે ગઈ હતી. પતિ અને નણંદ સાથે હોય તે સમયે પોતાને પાણીની તરસ લાગી છે, તેવું કહીને પાણી પીવાના બહાને બહાર નીકળી હતી. જે બાદ હોસ્પિટલના બારમાં માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.