અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ અમદાવાદ : અમદાવાદ શહેરમાં રખડતા પશુનો ત્રાસ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો, જેને લઈને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર મુદ્દે અનેકવાર સવાલ ઉભા થયા હતા. ગુજરાત હાઇકોર્ટની ફટકાર પણ ફટકારવામાં આવી હતી. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પર એક પોલિસી અમલમાં મૂકવામાં આવી છે.
શહેરમાં રખડતા પશુઓને ધ્યાનમાં રાખી ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. હવે જે પણ પશુપાલકો છે તેમને પોતાના ઘરે પશુ રાખવા માટે પેમેન્ટ લેવાની ફરજ રહેશે. આ ઉપરાંત વ્યવસાય અર્થે કે દૂધનું વેચાણ કરનાર પશુપાલકો પણ લાયસન્સ લેવાનું ફરિયાદ રહેશે જે 3 વર્ષ સુધી અમલમાં રહેશે. જેમાં લાયસન્સ ફી 500 રાખવામાં આવી છે અને મુદત પૂર્ણ થયા બાદ 1 મહિના પહેલા લાઇસન્સ કરવાનું રહેશે. જો લાયસન્સ મુદત પૂર્ણ થશે. તો પ્રતિ માસની 100 રૂપિયા લેટ ફી લેવામાં આવશે.- હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
RFID લગાવવી ફરજીયાત :પશુપાલકો શહેરની બહારથી નવા ઢોર લાવવા હોય તો તેને એક માસમાં નોંધણી કરાવી ફરજીયાત છે. આ ઉપરાંત લાયસન્સ મેળવવાની તેમજ RFID ચિપ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત ચીપ અને ટેક લગાડવાની બાકી હોય તેમને બે માસમાં 200 રૂપિયા આપીને ચીપ લગાવવાની રહેશે. બે માસ બાદ પર પશુ 1000 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. આ પોલીસી અમલમાં આવ્યા બાદ જો ચીપ વગરનું પશુ પકડાશે તો તેને પાંજરાપોળમાં મુકવામાં આવશે અને કોઈપણ રીતે છોડવામાં આવશે નહીં. આ ઉપરાંત કોઈ કારણસર ચિપ તૂટી ગયો હશે. તો તેમને 500 ચાર્જ લઈને ફરીવાર લગાવવામાં આવશે અને ખોરાકી ચાર્જ અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. જે પણ પશુપાલકોએ પશુ રાખવા માટે જગ્યા ધરાવતા ન હોય તેમને શહેરની હદથી દૂર અન્યત્ર ખસેડવાનો રહેશે. આ ઉપરાંત જે પશુપાલકો ખાસ વેચાણ કરતા હોય તેવા લોકોએ પણ લાયસન્સ લેવાનું ફરજિયાત રહેશે.
રખડતા ઢોરને અટકાવવા માટે પોલીસી અલગ અલગ દંડ :આ ઉપરાંત પકડાયેલા પશુને છોડવા માટે પણ અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ગાય, ભેંસ અને બળદને 3000 રૂપિયા દંડ તેમજ 500 રૂપિયા ખોરાક રિચાર્જ અને 500 રૂપિયા વહીવટી ચાર્જ પ્રતિ દિવસનું ચૂકવવાનો રહેશે. આ ઉપરાંત પાડા કે પાડીને 2000નો દંડ ખોરાકના 300 રૂપિયા અને વહીવટી ચાર્જ 300 રૂપિયા ચૂકવવાના રહેશે. ધાવતા વાછરા કે વાછડી કે પાડા માટે 1000 રૂપિયા દંડ ખોરાક 300 રૂપિયાની વહીવટી ચાર્જ ચૂકવવાનો રહેશે.
નુકશાન થાય તો પશુપાલકની જવાબદારી :જો કોઈપણ પશુપાલકનું પશુ પ્રથમ વખત પકડાતો યોગ્ય દંડની જોગવાઈ કરીને છોડી મૂકવામાં આવશે. આ ઉપરાંત જો બે કે તેથી વધુ વખત ઢોર પકડાશે તો તે પશુપાલકનું લાયસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવશે અને તે પશુ રાખી શકશે નહીં. આ ઉપરાંત રખડતા પશુના કારણે કોઈ નાગરિક કે રાહદારીને નુકસાન થશે તો તેનું વર્તન વસુલાત કે પશુપાલકે ચૂકવવાની રહેશે.
- Surat News : સુરતમાં ટુ વ્હીલરને રખડતા ઢોરે દંપતિને અડફેટે લીધું, ઘટના સીસીટીવીમાં કેદ
- Surat Corporation: મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો માથાકુટ કરીને પરેશાન કર્યા
- Sabarkantha News : રખડતી ગાયોની સમસ્યા ઉકેલવાનો હડિયોલ ગામના લોકોનો નવો અંદાજ સામે આવ્યો