ઋષિકેશ પટેલ દ્વારા આરોગ્ય સુવિધાઓમાં વધારો કરતી આ ભેટ લોકાર્પિત કરવામાં આવી અમદાવાદ : આપણો દેશ મેડિકલ ક્ષેત્રમાં દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના જી. એમ .ઈ .આર. એસ .મેડિકલ કોલેજ વધુ એક સુખ સુવિધાનો ઉમેરો થયો છે. જેમાં ઇએનટી વિભાગમાં હાઈ એન્ડ માઈક્રોસ્કોપ મશીન અને સ્કિલ લેબોરેટરીનું આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઇએનટી વિભાગના વડા ડો. નીલા ભાલોડીયા દ્વારા લિખિત પ્રેક્ટીકલ હેન્ડબૂક ઓફ ઈયર બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ બંને જે સુવિધાનો જે ઉમેરો કરવામાં આવ્યો છે તેનાથી દર્દીઓને તેમજ વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.
કાન નાક ગળાના રોગોની સારવાર : સામાન્ય રીતે બીમારી તો ઘણા બધા પ્રકારની જોવા મળતી હોય છે.પરંતુ નાક, કાનને લગતા પણ દર્દીઓ ઘણા બધા જોવા મળતા હોય છે. ત્યારે અમુક બાળકો તો જન્મથી જ મૂકબધિર હોય છે. ત્યારે તેવા દર્દીઓના ઈલાજ માટે થઈને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક લેબ અને હાઈ એન્ડ માઈક્રોસ્કોપ મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો Amit Shah visit to Gujarat : સોલા સિવિલમાં કેન્દ્રિય ગૃહપ્રધાને ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અને આહાર કેન્દ્રનું કર્યું લોકાર્પણ
અમદાવાદમાં વિશ્વસ્તરની તબીબી સુવિધાઓ : લાભ દર્દીઓના ઈલાજ માટે અંદાજે રૂપિયા 20 લાખની કિંમતનું અતિ આધુનિક હાઈ એન્ડ માઈક્રોસ્કોપ સોલા સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું છે. આ માઈક્રોસ્કોપ કાનની અંદરના ભાગમાં રહેલા 2 મીલીમીટર જેટલા અત્યંત સૂક્ષ્મ ટ્યુમરને શોધવાની ક્ષમતા ધરાવે છે. આ સાથેઅમદાવાદમાં વિશ્વસ્તરની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે.
શી વિશેષતા છે :હાઈ એન્ડ માઈક્રોસ્કોપના વિશેષતાની વાત કરવામાં આવે તો તે કાનની અંદરના ભાગમાં રહેલા 2 મિલીમીટર જેટલા અત્યંત સૂક્ષ્મ ટ્યુમરને શોધી કાઢશે. સામાન્ય રીતે કાનની અંદરના ભાગમાં રહેલા ટ્યુમરની સારવાર અને સર્જરી મોટેભાગે ન્યુરોસર્જન દ્વારા જ કરાતી હોય છે. પરંતુ હાઈ એન્ડ માઈક્રોસ્કોપ કાનની અંદરના ભાગમાં રહેલા 2 મીલીમીટર જેટલા અત્યંત સૂક્ષ્મ ટ્યુમરને શોધવાની ક્ષમતા ધરાવતું હોવાથી હવે અત્યંત સૂક્ષ્મ ટ્યુમરની સારવાર અને સર્જરી ઇએનટી સર્જન પણ કરી શકશે.
આ પણ વાંચો Corona gujarat update: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ
સ્કિલ લેબ : જે દર્દીઓને કાનના રોગોનું પ્રમાણ હશે તેવા દર્દીઓ માટે ઇએનટી સ્પેશાલિસ્ટ જટિલમાં જટિલ સર્જરી સરળ પ્રકારે કરી શકે તેના માટે એક સ્કિલ લેબ પણ બનાવાઇ છે. જેમાં ડોક્ટર્સના તાલીમ માટે 16 માઇક્રોસ્કોપ સહિત અન્ય આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. આ લેબમાં વર્ષમાં બે વાર ટ્રેનિંગ કોર્સ રાખવામાં આવ્યો છે. આ કોર્સ શીખવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી યુવાન ઇએનટી સર્જન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવીને કેડેવરિક ડિસેક્શન કરીને તમામ પ્રકારની સર્જરીનું જ્ઞાન મેળવી શકશે.
ઓપરેટિવ વર્કસ માટેની બુક લોન્ચ :આ પ્રસંગે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સોલા સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટર નીના ભાલોડીયાના હસ્તે ઓપરેટિવ વર્કસ માટેની એક બુક લોન્ચ કરવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓને ખૂબ મોટી મદદ મળવાની છે. આ સાથે જ હાઈ એન્ડ માઈક્રોસ્કોપ મશીનની ખૂબ સારી એવી લેબ પણ તૈયાર કરવામાં આવી છે.
વધુ સુવિધાયુક્ત બનાવાશે સોલા સિવિલ હોસ્પિટલ : આવનારા સમયમાં સોલા સિવિલ હોસ્પિટલને વધારે સુપર સ્પેશિયાલિટી બનાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે. દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે પણ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌ કોઈ લોકોને બધા જ પ્રકારની તમામ સુવિધાઓ સોલા સિવિલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળી જાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.