ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ SOGએ ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

વિઠલાપુર ચાર રસ્તા ખાતે આવેલા મહેતા કોમ્પલેક્સમાં દુકાન ભાડે રાખી કોઈ પણ પ્રકારની ડિગ્રી કે લાઈસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ બોગસ ડોક્ટર ગેરકાયદેસર એલોપેથી દવા આપતો હતો. સિરસ પ્રવિણકુમાર સખાણી (રહે. માંડલના વિઠલાપુર)ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

By

Published : Dec 1, 2020, 10:43 PM IST

અમદાવાદ SOGએ ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
અમદાવાદ SOGએ ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

  • ડિગ્રી વગર એલોપથીની દવા આપતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો
  • સિરસ પ્રવિણકુમાર સખાણી લાયસન્સ વગર દવાખાનું ચલાવતો હતો
  • ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 કલમ 30 મુજબ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો

અમદાવાદઃ અમદાવાદ એસઓજીએ ગ્રામ્ય જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, વિઠલાપુર ચાર રસ્તા ખાતે આવેલા મહેતા કોમ્પલેક્સમાં ડિગ્રી વગરનો બોગસ તબીબ દવાખાનું ચલાવી રહ્યો છે. આ બોગસ ડોક્ટર દુકાન ભાડે રાખી કોઈ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો. એલોપેથિક દવા આપતો આરોપી સિરસ પ્રવિણકુમાર સખાણી (રહેવાસી માંડલ દેસાઈની ખડકી)ને ઝડપી પાડી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિઠલાપુર પોલીસે બોગસ તબીબને ઝડપી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોગસ તબીબો તેમ જ એલોપેથિક દવાઓનો જથ્થો તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી કુલ કિંમત રૂ. 26,202ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 કલમ-30 મુજબ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ કરી સફળ કામગીરી કરી છે. એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલ પ્રેક્ટિસના સાધનો સહિત બોગસ તબીબને ઝડપી પાડયો હતો.

ABOUT THE AUTHOR

...view details