ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી પડ્યા બીમાર, ભોજનમાં નીકળી ગરોળી - Ahmedabad Shardaben Hospital Treatment

અમદાવાદ શહેરની વધુ એક હોસ્પિટલમાં ધોર બેદરકારી સામે આવે છે. શારદાબેન હોસ્પિટલમાં આપવામાં આવતા ભોજનમાં ગરોળી નીકળી હતી. આ ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી થયા છે. શારદાબેન હોસ્પિટલમાં આવતું ભોજન એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવે છે.

Ahmedabad News : હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી પડ્યા બિમાર, ભોજનમાં નીકળી ગરોળી
Ahmedabad News : હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી પડ્યા બિમાર, ભોજનમાં નીકળી ગરોળી

By

Published : Jul 19, 2023, 8:34 PM IST

શારદાબેન હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજન નીકળી ગરોળી

અમદાવાદ : દર્દી પોતાની શરીરની સારવાર મેળવવા માટે હોસ્પિટલ જતા હોય છે, પરંતુ તે જ હોસ્પિટલમાં પીરસવામાં આવતું ભોજન ક્યાંકને ક્યાંક દર્દીના જીવ સાથે પણ ચેડા કરતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહેતી જ હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલમાં દર્દીને ભોજનમાં ગરોળી નીકળી હોવાનો કેસ સામે આવ્યો છે.

જ્યારે મને માહિતી મળી કે શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતું ભોજનમાં ગરોળી નીકળી છે. દર્દીના થાળીનું સેમ્પલ તેમજ જ્યાં ભોજન તૈયાર કરવામાં આવે છે, ત્યાંનું પણ સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે. આમાં જે પણ બેદરકારી દાખવનાર હશે. તેમની સામે કાયદેસરના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. - કિરીટ પરમાર (મેયર)

AMC મહિને 40 લાખ ચૂકવે છે :SVP હોસ્પિટલમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન LG અને નગરી હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવી રહ્યું છે. જેમાં LGમાં અંદાજિત 800, શારદા બેનમા અંદાજે 600 અને નગરી હોસ્પિટલમાં અંદાજે 100 લોકોને ભોજન આપવામાં આવે છે. આ SVP હોસ્પિટલમાં એપોલો સિંધુરીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. જેના દ્વારા દરેક દર્દીને સવારે નાસ્તો, બપોર જમવાનું, સાંજે નાસ્તો અને રાત્રી ભોજન આપવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક વ્યક્તિ દીઠ 90 રૂપિયા ચૂકવે છે. જેને દર મહિને અંદાજે 40 લાખ રૂપિયા જેટલા ચૂકવવામાં આવે છે.

SVP હંમેશા વિવાદમાં :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ હંમેશા વિવાદમાં જ જોવા મળતી હોય છે. દર્દીઓને આપવામાં આવતી સારવાર કે પછી દર્દીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તન લઈને ચર્ચામાં રહે છે, ત્યારે આજે વધુ એક વિવાદ તેની સાથે સંકળાયેલ છે. SVP હોસ્પિટલમાંથી તૈયાર કરવામાં આવતું ભોજનમાં પણ બેદરકારી દાખવામાં આવી રહી છે. SVP હોસ્પિટલમાંથી તૈયાર થયેલું ભોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં પીરસવામાં આવે છે. આજે તિરસ્તોમાં આવેલા ભોજનમાં ગરોળી નીકળતા જ ફરી એકવાર વિવાદમાં આવ્યો હતો. આ ભોજન આરોગતા ત્રણ દર્દીને ઝાડા ઉલટી થયા હતા.

  1. Surat News: વરસાદને કારણે સુરતમાં રોગચાળોમાં થયો વધારો, 5 દિવસમાં 5 લોકોના મોત
  2. Surat Dog bite vaccine : હવે શ્વાન કરડવાના કિસ્સામાં હવે ઘરઆંગણે મળશે રસી
  3. Tapi News : તાપીના છેવાડાના તાલુકાની મુલાકાતે આવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કઇ કઇ ગતિવિધિ કરી જૂઓ

ABOUT THE AUTHOR

...view details