ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યાં મંજૂર - અમદાવાદ સેશન્સ કોર્ટે

અમદાવાદ: રાજ્યમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પહેલા ગુના હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેના વિશાલ ગોસ્વામી સહિત અન્ય ત્રણ આરોપીઓને સોમવારે રજૂ કરાતા અમદાવાદ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Amdavad
અમદાવાદ

By

Published : Jan 20, 2020, 6:49 PM IST

Updated : Jan 20, 2020, 7:13 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશાલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી, અને અજય ગોસ્વામીને અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એમ.કે. દવે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 30 દિવસના રિમાન્ડની માગ સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ છે અને જેલમાં હોવા છતાં તેમની પાસે મોબાઇલ કઈ રીતે આવ્યા અને જામીન પર બહાર તેમના સાગરીતો થકી વેપારીઓ પાસેથી કઈ રીતે ખંડણી માંગવાનો રેકેટ ચાલતો હતો, તે બાબતે તપાસ કરવા માટે 30 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી. વિશાલ ગોસ્વામી સહિત અન્ય આરોપીઓના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.

અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે, ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા. એટલું જ નહીં કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Last Updated : Jan 20, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details