અમદાવાદઃ 26 જુલાઈ 2008નો એક દિવસ અમદાવાદ(Ahmedabad Serial Blast 2008) માટે ગુજારો સાબિત થયો હતો, આ દિવસે શહેરમાં 70 મિનિટમાં આવી (Ahmedabad Serial Blast)જગ્યાએ કરાયેલા 21 બ્લાસ્ટમાં લોકોના મોત અને 200 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા અને બનાવના સાક્ષીઓ અજીબ આ દિવસને ભૂલી શક્યા નથી કોઈએ પોતાની આંખ સામે પોતાના સ્વજનને ગુમાવ્યા તો કોઈ પોતાના સ્વજનને ગંભીર રીતે ઘાયલ થતા જોયા છે. આજે 14 વર્ષ બાદ આ ઘટનાનો ચુકાદો (Judgment of the serial bomb blast )આવ્યો જેમાં 49 આરોપી દોષિત સાબિત થયા અને 28 આરોપીને શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
મૃત્યુ પામનારના પરિવારો સાથે ETV Bharatની ટીમે વાત કરી
જ્યારે આ બ્લાસ્ટમાં કેટલાક લોકોએ પોતાની માં તો કેટલાયે પોતાની પત્ની, તો કેટલાયે પોતાનો પુત્ર અને ભાઈ ગુમાવ્યા છે. એ લોકોને આજે પણ તેમની ચીકયારીઓ કાનમાં સંભળાઈ રહી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામનારના પરિવારો સાથે ETV Bharatની ટીમે વાત કરી હતી તો આવો જાણીએ અહેવાલમાં કે તેમને શું કહ્યું.
આરોપીઓને સજા થવી જોઈએ
મૃતક ચિરાગભાઈ શાહના માં એ જણાવ્યું હતું કે મારો દીકરો ત્યાં એલ.જી.હોસ્પિટલ પાસે ચા પીવા ગયો હતો ત્યારે એને તો બહાર જવાનું હતું પણ બાઈકમાં પંચર પડ્યું હતું તો એ ત્યાં કરાવવા ઉભો હતો અને ચા પીતો હતો. અચાનક જ બ્લાસ્ટ થયો હતો. ત્યારે અમને જાણ થઈ કે એ.જી.હોસ્પિટલના પાર્કિંગ બૉમ્બ બ્લાસ્ટ થયો છે ત્યારે તરત જ અમે તેનો કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો ફોન લાગતો ન હતો ત્યારે અમને થોડો ધાસકો લાગ્યો હતો. તાપસ કરતા જાણવા મળ્યું કે તેમનો દીકરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો છે. તેમને કહ્યું કે કોર્ટે ચુકાદો મોડો આપ્યો છે ત્યારે આરોપીઓને સજા થવી જોઈએ.
આ પણ વાંચોઃAhmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે કોર્ટમાં ચુકાદો
ચારે બાજુ અફરતફરીનો માહોલ હતો
રાયપુર પાસે થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં વેફર્સની લારી ચલાવતા હુસમતીબેન કડિયા મૃત્યુ પામ્યા હતા. તેમના પતિ જગદીશભાઈ કડીયાએ જણાવ્યું કે જ્યારે બૉમ્બ બ્લાસ્ટ થયો ત્યારે અમને અવાજ આવતા અમે દોડીને બહાર જોવા ગયા હતા ત્યારે પેલા કેળાની લારી ઊંઘી થઈ ગઈ હતી પછી મને ચિંતા થવા લાગી અને મારી પત્ની જ્યાં લારી ઉભી રાખતી તે જગ્યાએ હું પહોંચ્યો તો ત્યારે ઢળી પડી હતી. અમે તરત જ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા પરંતુ ચારે બાજુ અફરતફરીનો માહોલ હતો ટ્રાફિક જામ થઈ ગયો હતો લોકો પોતાના ઘરે અથવા સેફ જગ્યાએ પહોંચવા માટે નીકળી પડ્યા હતા. તેમને વધુમાં કહ્યું કે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં બહુ જ વિલબ કર્યો છે. જે ચુકાદો આપ્યા બાદ જે સજા આપવામાં આવે સરકાર તેમાં રાહ ના જુવે આ ઉપરાંત જે લોકો દોષિત સાબિત થયા છે તે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવી જ જોઈએ. ત્યારે એ ગોઝારો દિવસ આજે પણ જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારમાં કાનમાં ગુંજી રહ્યો છે ત્યારે તેઓ આજે પણ એ દિવસને યાદ કરીને રડી રહ્યા છે. ત્યારે તેમને આશા છે કે કોર્ટ દ્વારા યોગ્ય જ સજા કરવામાં આવશે..
આ પણ વાંચોઃઅમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા