અમદાવાદઃ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં (Ahmedabad School Closed) આવેલી 49 વર્ષ જૂની એમ. બી. પટેલ હાઈસ્કૂલને (M.B. Patel High School of Ghatlodia closed) બંધ કરી દેવામાં આવી છે. વર્તમાન સમયમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધતા (Increase in English medium craze) આ શાળા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં (M.B. Patel High School get together program) આવ્યો હતો.
આ પણ વાંચો-વલસાડ જિલ્લામાં 164 પ્રાથમિક શાળા બંધ થવાને આરે, સરકારી શાળાઓ મર્જ કરવાની કામગીરી શરૂ
જૂના વિદ્યાર્થીઓએ યાદોને તાજા કરી -આ સ્નેહમિલન કાર્યક્રમમાં વર્ષો જૂના સ્કૂલના ભણીને નીકળેલા વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતનો સ્ટાફ આવ્યો હતો. વિદ્યાર્થીઓને મિલનનો મેસેજ મળ્યો હોવાથી લોકો સમય કરતાં વહેલા પહોંચી ગયા અને પોતાની જગ્યા મેળવીને બેસી ગયા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની યાદો વાર્તાલાપ દ્વારા તાજી કરવામાં આવી હતી. ત્યારે જૂના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને મળીને ખુશ (M.B. Patel High School get together program) થયા હતા.
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી હતી -વર્ષ 1973માં ભગુભાઈ પટેલ આ હાઈસ્કૂલ શરૂ કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર આ સ્કૂલમાં સેવા આપી રહ્યા હતા. બાબુભાઈ પટેલના અવસાન બાદ સ્કૂલનો પાયો ભાંગી ગયો હોય તેવું થયું હતું. બીજી તરફ અંગ્રેજી સ્કૂલનો ક્રેઝ (Increase in English medium craze) વધ્યો હતો. તેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટવા લાગી હતી આમ બે કારણો સ્કૂલ બંધકરવી પડી (M.B. Patel High School of Ghatlodia closed) રહી છે. તેનું અનેક લોકોને દુઃખ પણ છે.