અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં જ નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે, અને અધિકનિવાસી કલેકટરે આ અંગેની માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય તેવી હંગામી ધોરણે નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે.
અમદાવાદની સમરસ હોસ્ટેલ, આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલમાં નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે - sola bhagwat hostel
અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય તેવી હંગામી ધોરણે નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે.
![અમદાવાદની સમરસ હોસ્ટેલ, આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલમાં નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે અમદાવાદની સમરસ હોસ્ટેલ, આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલમાં નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6518978-thumbnail-3x2-isolation-hospital-7202752.jpg)
દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના પ્રભાવને ધ્યાનમાં રાખી આ ઉપરાંત આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલ, ઉમિયા ગર્લ્સ હોસ્ટેલ, એચ. કે. હોસ્ટૅલ, સૌરાષ્ટ્ર પાટીદાર હોસ્ટેલ સહિતની જગ્યાઓએ નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલ ખાતે કોરેન્ટાઇન સવલત સહિત 24 કલાક તબીબી સારવાર, ભોજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.
સમરસ હોસ્ટેલ ખાતે આવી હોસ્પિટલ ઉભી કરવા જરૂરી સવલતો ગોઠવવા અંગેની બેઠક સમરસ હોસ્ટેલ ખાતે આજે યોજાઇ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર હર્ષદભાઈ વોરાએ આ અંગેની જરૂરી નાનામાં નાની બાબતોની કાળજી લેવા ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. અહીં દાખલ કરવામાં આવનાર દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટેની કાળજી રાખી શ્રેષ્ઠ પરીણામ હાંસલ કરવા કટિબદ્ધ બનવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બધી જગ્યાઓ મળીને સાત હજાર ઉપરાંતની નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલની જગ્યા ઊભી કરવા માટે કલેકટર તંત્રે તૈયારીઓ આરંભી છે.