અમદાવાદઃ ગ્રામ્ય SOG ને બાતમી મળી હતી જેના આધારે બે શખ્સોની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી. આરોપી મહમદ સલમાન અને અલ્લાઉદીન મન્સૂરીની તપાસ કરતા તેમની પાસેથી કફ, સીરપનો જથ્થો મળી આવ્યો. બાદમાં વધુ પુછપરછ કરતા આ જથ્થો ઓઢવના એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનો ખુલાસો થતા જ વધુ એક આરોપી શૈલેષ કુશવાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય SOGએ ગેરકાયદેસર કફ, સિરપ અને દવાના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ - દવાના જથ્થા
અમદાવાદ ગ્રામ્ય SOG કફ, સિરપ અને ઊંઘની દવાનો વિપુલ જથ્થો કબ્જે કર્યો છે અને સાથે જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવાધનને બરબાદ કરવા અને નશાના રવાડે ચડાવવા માર્ગે ચડાવવા માગતા તત્વો વિરુદ્ધ કાર્યવાહીમાં 2 કરોડથી વધુના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય SOGએ ગેરકાયદેસર કફ, સિરપ અને દવાના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
પકડાયેલ ત્રણેય આરોપીની વધુ પુછપરછમાં સામે આવ્યું છે કે, કફ, સીરપ સપ્લાય કરતો મુખ્ય આરોપી ભરત ચૌધરી છે, જેના વિરુધ અગાઉ પણ NDPS એક્ટ હેઠળ બે ગુન્હા છે. મૂળ ગુજરાતનો ભરત ચૌધરી હાલ રાજસ્થાનથી બેઠા-બેઠા કફ, સીરપ અને ઊંઘની દવાઓ વેચતો હતો.
આ પકડેલા જથ્થો અમુક માત્ર કરતા વધુ પ્રમાણમાં વેચવો ગેરકાયદેસર છે. તેમ છતાં તેનો ખુલ્લેઆમ કારોબાર થતો હતો. ત્યારે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તથા અગાઉ કેટલો જથ્થો વેચવામાં આવ્યો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.