અમદાવાદઃઅમદાવાદ LCBની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. અહીં કણભામાં 17.50 લાખની ધાડનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી અનુસાર, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહા ગામમાં શ્રીરામ ઈન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ ખાતે જસુભાઈ ડાભી નામના ફરિયાદી પોતાના ઘરમાં સુતા હતા. તે દરમિયાન 7 માણસોએ મોઢે બુકાની બાંધીને છરી તેમ જ અન્ય હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ પીપળામાં રહેલા 15 લાખ રોકડ રૂપિયા અને તેમણે પહેરેલા અઢી લાખની કિંમતના દાગીના એમ કુલ મળીને 17.50 લાખની ધાડ લૂંટ કરી હતી.
આ પણ વાંચોઃNavsari Crime News : મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રાજ્યવ્યાપી ચોર ટોળકીનો પર્દાફાશ
આરોપી પિતાપૂત્રની ધરપકડઃ આ સમગ્ર મામલે કણભા પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો નોંધાયો હતો. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી સહિતની ટીમ તપાસમાં લાગી હતી. ત્યારે ગ્રામ્ય એલસીબી ટીમે ગુનામાં સામેલ પિતાપૂત્રની ધરપકડ કરી છે.
ઝડપાયેલી ગેંગ ભાંભોર ગેંગ તરીકે ઓળખાય છેઃ આ મામલે ગ્રામ્ય એલસીબીની ટીમે દાહોદના ચુનાભાઈ ઉર્ફે રમેશ સોલંકી તેમ જ મહેશ ઉર્ફે મહી ભાંભોરની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સાથે આ ગુનામાં રતન ઉર્ફે રત્નો ભાંભોર, કમલેશ ભાંભોર, પીન્ટુ ભાંભોર, સંકેશ ભાંભોર અને સુરેશ પરમાર સામેલ હતા. ઝડપાયેલી ગેંગ ભાંભોર ગેંગ તરીકે પણ ઓળખાય છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ મહેશનો પિતા રતન છે, જે હાલ ફરાર છે.