અમદાવાદ: ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 250 પર પહોંચ્યો છે. જ્યારે દસક્રોઈમાં 179, બાવળામાં 82 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 845 - Ahmedabad Corona update
અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 9 કેસ નોંધાતા કુલ આંકડો 845 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ 250 નોંધાયા છે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 170, ધંધુકામાં 26, વિરમગામમાં 88, બાવળામાં-82 અને માંડલ તાલુકામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 55 દર્દીઓના મોત નીપજ્યાં છે.
અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.43 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 37 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્યમાં ધોળકામાં 250 અને સાણંદમાં 170 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.