ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટને કરશે લોન્ચ - RTO

અમદાવાદઃ RTO અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસથી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં નેશનલ ઇ-ચલણ સિસ્ટમ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવશે. જે અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેરને એક અઠવાડીયાની અંદર લોન્ચ કરાશે.

ahmedabad rto

By

Published : Aug 6, 2019, 6:54 PM IST

આ અંગે DCP ટ્રાફિક વહીવટના તેજસ કુમાર પટેલના જણાવ્યા અનુસાર, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા નેશનલ ઇ-ચલણ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં ઓલ-ઇન્ડિયાનું કોઇપણ વ્હિકલ હશે તેમાં ઇ-ચલણ હવે જનરેટ થઇ શકશે. આગામી સમયમાં આ સોફ્ટવેરથી વાહન માલિક જ્યારે લાયસન્સ રીન્યૂ કે, ફિટનેસ સર્ટિફિકેટ માટે RTOનો સંપર્ક કરશે ત્યારે આ સોફટવેરમાં વાહન માલિકના નામે ભારતમાં ક્યાંય પણ બાકી બોલતાં દંડ, પેનલ્ટીની રકમ ચૂકવવાની બાકી છે કે, કેમ તે તુરંત જ જોઇ શકાશે. જેથી બાકી રકમની ચૂકવણી થયા બાદ જ વાહનમાલિક વાહન અંગેની કોઇપણ પ્રકાર અંગેની સુવિધા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઇ-ચલણ જનરેટ થતા જ વાહન ચાલકના રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર તરત જ મેસેજ મળી જશે.

નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટ

તેજસ કુમાર પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ આ સોફ્ટવેરનો ઉપયોગ 12 રાજ્યોની RT ઓફિસ કરી રહી છે, જેમાં 5 રાજ્યની પોલીસ પણ તેમને સહકાર આપી રહી છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ RTOની સાથે મળીને આ પહેલ કરી છે. અમદાવાદ શહેરમાં 1 અઠવાડિયા સુધી ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવશે. અમદાવાદમાં આ પ્રોજેક્ટની સફળતા બાદ તુરંત જ સુરત, વડોદરા, રાજકોટ અને જિલ્લા સ્તર પર આ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવશે.

આ સોફ્ટવેરને ટ્રાયલ બેઝ્ડ માટે અમદાવાદ RTO દ્વારા સૌપ્રથમ અમદાવાદ સિટીનું એક એડમિન ક્રિએટ કરવામાં આવશે. જે અંતર્ગત 20 માણસોને એનડ્રોઇડ એપ આપવામાં આવશે. જેઓ ઇ-ચલણ જનરેટ કરશે. આ ઇ-ચલણ જનરેટ કરવામાં આવેલ ડેટા આપમેળે RTO પાસે પહોંચી જશે. આ સાથે વાહન માલિકને તેના રજિસ્ટ્રર મોબાઇલ નંબર પર ઇ-ચલણની માહિતી પણ મળી જશે. વાહન ચાલકને ઇ-ચલણનું પેમેન્ટ ઓનલાઇન કરવું હશે, તો ઓનલાઇન પણ થઇ જશે.

આ અંગે અમદાવાદ RTO ના એસ.પી.મુનિયાના જણાવ્યા અનુસાર, ‘વન નેશન, વન ચલણ’ મુજબ હાલ RTO આ સોફ્ટવેરનો ઉપયોગ અજમાયશી ધોરણે શરુ કર્યો છે. હવે ટ્રાફિક પોલીસની સાથે મળીને અમદાવાદમાં આ પ્રોજેક્ટની ટૂંક સમયમાં શરુઆત કરવામાં આવશે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને સૌ પ્રથમ ડેમો આપવામાં આવશે. આ સોફ્ટવેર અંતર્ગત જ્યારે કોઇપણ વાહન માલિક RTOમાં પોતાનું વાહન લઇને આવશે, ત્યારે તેનો મોબાઇલ નંબર કે, પછી લાયસન્સની વિગતો નાખતાં સાથે જ તમામ હિસ્ટ્રી સામે આવી જશે. જેમ કે અગાઉના ઇ-ચલણ ચૂકવવાના બાકી હોય, કોઇ ગુનામાં વાહન પકડાયું હોય વગરે. જેમાં વાહન ચાલકે પેનલ્ટી સાથે દંડની રકમ ભરવી પડશે. વાહન ચાલકે અમદાવાદમાં ગુનો કર્યો હશે તો આ ગુનો અન્ય રાજ્યમાં પણ દેખાડશે. તદ્ઉપરાંત જ્યાં સુધી દંડની રકમ પેનલ્ટી સાથે ભરપાઇ નહીં થાય ત્યાં સુધી લાયસન્સ રીન્યૂ, વાહન વેચાણ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ પણ નહીં મળે.

‘વન નેશન, વન ચલણ’ની જેમ દેશમાં RTOના કામમાં એકસુત્રતા આવે તે માટે આ સોફ્ટવેર ખૂબ જ અગત્યનો સાબિત થવાનું છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો એક રાજ્યમાં ગુનો કરી બીજા રાજ્યમાં આરામથી ફરી શકતા હતા તે હવે બંધ થશે. કારણ કે, આ સોફ્ટવેરને કારણે સમગ્ર દેશની RTO સિસ્ટમમાં જે-તે વાહન ચાલકે કરેલ ગુનો, દંડની રકમ, કેટલી વાર ગુનો કર્યો છે, તેવી તમામ વિગતો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. દેશમાં અને ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં જ્યારે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તેવા સમયે આ પ્રકારની ટેક્નોલોજીકલ અપગ્રેડેશન ટ્રાફિકને સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે ઉપયોગી બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details