ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ - accident name Robbery in Ahmedabad

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 4 દિવસ પહેલા લૂંટનો બનાવ સામે આવ્યો હતો. દૂધના પૈસાનું કલેક્શન કરી એક્ટિવા પર ઘર તરફ જઈ રહેલા બે લોકોને લૂંટી લેવાયા હતા. એક્ટિવા તેમજ ડેકીમાં પડેલા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જે કેસમાં પોલીસે લૂંટ કરતી ગેંગની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ
Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ

By

Published : Apr 24, 2023, 5:45 PM IST

અમદાવાદના અમરાઈવાડીમાં લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાય

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તે પ્રકારની વારંવાર ઘટનાઓ બનતી આવી છે. તેમાં પણ વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. અમરાઈવાડી વિસ્તારમાં 20મી એપ્રિલે ધોળે દિવસે એક વ્યક્તિને અકસ્માતના નામે રોકી ઝઘડો કરી તેની પાસેનું વાહન અને વાહનમાં રહેલા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી આ ગેંગ એક્ટિવા અને તેમાં રહેલા અઢી લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીને આધારે લૂંટ કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. અમરાઈવાડી પોલીસે આ ગેંગમાં સામેલ જયેશ પરમાર, ભાવેશ કોષ્ટી, સન્ની પરમાર તેમજ કરણ સોલંકીની નામના આરોપીઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : 4 દિવસ પહેલા સુરેશ પટેલ નામના ફરિયાદી તેમના બનેવી નરેન્દ્ર પટેલ સાથે દૂધનું કલેક્શન કરી અમરાઈવાડી પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક્ટિવા આવેલા બે શખ્સોએ તેને ઊભા રાખી મારી ગાડી સાથે સ્કૂટર કેમ અથડાવ્યું તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં ત્રીજો વ્યક્તિ આવી સુરેશભાઈનું એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. જોકે સુરેશભાઈનું ધ્યાન એક્ટિવા તરફ પડતા સુરેશભાઈ અને તેના બનેવી નરેન્દ્રભાઇ એક્ટિવાની પાછળ દોડ્યા હતા પણ આરોપી ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન અન્ય એક્ટિવા પર આવેલા ઝઘડો કરી રહેલા બે શખ્સો પણ ત્યાંથી નાસી ગયા હતા. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime: માલિકની ચતુરાઈથી સોનીની દુકાનમાં લૂંટ કરવા આવેલા સમસ્યામાં મૂકાયા

ચારની ધરપકડ એક ફરાર : અમરાઈવાડી પોલીસે ઘટના સ્થળના આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય બાબતોને તપાસીને આ ગુનામાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગ શહેરના પૂર્વ વિસ્તારના આ પ્રકારે અન્ય લૂંટ તેમજ હત્યાની કોશિશ સહિતના ગુનાઓને અંજામ આપી ચૂકી છે. પોલીસે હાલ તો આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે તેમજ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :Ricksha Gang Robbery: 22 લૂંટ કરનાર રીક્ષાગેંગ રાજકોટમાંથી ઝડપાઈ, પરપ્રાંતીયોને બનાવતી શિકાર

આરોપીઓ ગુનાહિત ઇતિહાસ : આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ.વાય. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ઘટના સમયના CCTV તેમજ અન્ય હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ગુનામાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details