- ચાંદખેડામાં દસ દિવસમાં ચોરીનો બીજો બનાવ
- ચાંદખેડા વિસ્તારમાં તસ્કરો થયા બેફામ
- ગુનો આચરવાની પધ્ધતિ એકસરખી
અમદાવાદઃચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં બીજી ચોરીનો બનાવ બનતા પોલીસની(Ahmedabad City Police ) ઉંઘ હરામ થઈ ગઈ છે. એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ પોલીસના ગાલે તસતસ્તો તમાચો મારી દીધો છે. ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો અને અંદાજિત પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ લાખો રૂપિયાની દુકાનવાળા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આજે બનેલી ઘટનાના પગલે પોલીસે ફરિયાદનોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા IOC રોડ ઉપર દસ દિવસમાં ચોરીની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ (Ahmedabad City Police )પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે આજથી 10 દિવસ અગાઉ પણ આજ વિસ્તારમાં સતત તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ (Theft in a jewelers shop )બનાવી હતી અને અંદાજિત 10 લાખથી વધુના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આજે પણ ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં(Jewelers shop) તસ્કરોએ હાથફેરો કર્યો છે, જેમાં લગભગ રૂપિયા 5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા છે. સામાન્ય રીતે મોડી રાત્રે તસ્કરો ચોરી કરતા હોય છે અને આવા સમયે પોલીસ પણ પેટ્રોલીંગ હાથ ધરતી હોય છે. પરંતુ પોલીસના પેટ્રોલિંગમાં ક્યાંક કોઈ કચાસ રહી જતી હોય તેમ લાગી રહ્યું છે, જેથી કરીને વારંવાર ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં આ બીજી ચોરીની ઘટના સામે આવીને ઉભી રહી ગઈ છે.
અગાઉ ચાંદખેડા વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા