સનાથલ બ્રિજ દેશના ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે અમદાવાદ : ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાઓની મુક્તિ મેળવવા માટે અલગ અલગ ચાર રસ્તા ઉપર બ્રિજ અને અંડર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી કામગીરી ધરાવતો બ્રિજ સનાથલ બ્રિજ દેશના ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા નિર્મિત સનાથલ ઓવરબ્રિજ સૌથી મોટો ઓવરબ્રિજ : ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે સનાથલ ચાર રસ્તા પર તૈયાર કરવામાં આવેલ બ્રિજ અત્યાર સુધીનો સૌથી મોટો ઓવર બ્રિજ છે. જે ગાંધીગ્રામ બોટાદ રેલવે લાઇન અને અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પરનો 96 કરોડથી પણ વધારેની કિંમતે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થતા જ સૌરાષ્ટ્રમાં જતા લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને સમય અને પણ બચત થશે.
આ પણ વાંચો Rajkot News : રંગીલા શહેરનો નઝારો બદલાયો, ગુજરાતના પહેલા નંબરના બ્રિજને ખુલ્લો મૂક્તા ટ્રાફિક થશે હળવો
ગૃહપ્રધાનની વર્ચ્યુલી હાજરી : સનાથલમાં તૈયાર કરવામાં આવેલો અમદાવાદનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓવરબ્રિજને આવતીકાલે દેશના ગૃહપ્રધાન અમિત શાહ વર્ચ્યુલી હાજર રહીને જાહેર જનતા માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ આખરે આ બ્રિજનું કામ પૂર્ણ થતા જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. જેના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટાડો થશે.
આ પણ વાંચો Telangana assembly polls 2023: અમિત શાહે તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 અંગે પાર્ટી નેતાઓને આપ્યો આ સંદેશ
હવે રિંગ રોડ પર 17 બ્રિજ: આ બ્રિજ શરૂ થતા જ અમદાવાદ શહેર ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર 17 બ્રિજ તૈયાર થશે. આ પહેલા ઝુંડાલ સર્કલ પર ફ્લાયઓવર બ્રિજ, ત્રાગડ સર્કલ પર અન્ડર પાસ, વૈષ્ણોદેવી પર અન્ડરપાસ બ્રિજ, સાયન્સ સિટી સર્કલ ફ્લાયબ્રિજ, શીલજ રેલવે ઓવર બ્રિજ, વકીલ સાહેબ બોપલ ફ્લાય ઓવર બ્રિજ, શાંતિપુરા સર્કલ ઓવરબ્રિજ, કમોડ પર રેલવે ઓવરબ્રિજ અને રેલવે બ્રિજ, વટવા રેલવે બ્રિજ, ઓઢવ ફ્લાઓવર બ્રિજ, દહેગામ ફ્લાય ઓવર બ્રિજ અને ભાટ ગામ પાસે સાબરમતી નદી પર આવેલ રિવર પર ઓવરબ્રિજ જે કામ પૂર્ણ થયું છે. હવે સનાથલ સર્કલ પર બ્રિજ ખુલ્લો મુકતા જ રીંગ રોડ પર બ્રિજની સંખ્યા 17 થશે.