ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : દાદાગીરી કરીને પ્રવાસી પાસેથી પૈસા પડાવી લેનાર રીક્ષા ચાલક પોલીસની કડક કાર્યવાહી - video rickshaw puller in Ahmedabad is viral

અમદાવાદમાં રીક્ષા ચાલકની દાદાગીરીને લઈને વિડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. રિક્ષા ચાલકે પ્રવાસીને રિક્ષામાં બેસાડીને રસ્તા વચ્ચે રોકી પ્રવાસી પાસે પૈસા પડાવતો હતો. ત્યારે પ્રકારનો વિડીયો પોલીસ સામે આવતી રિક્ષા ચાલકને પકડીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime : દાદાગીરી કરીને પ્રવાસી પાસેથી પૈસા પડાવી લેનાર રીક્ષા ચાલક પોલીસની કડક કાર્યવાહી
Ahmedabad Crime : દાદાગીરી કરીને પ્રવાસી પાસેથી પૈસા પડાવી લેનાર રીક્ષા ચાલક પોલીસની કડક કાર્યવાહી

By

Published : Jun 1, 2023, 8:10 PM IST

અમદાવાદમાં રીક્ષા ચાલકની દાદાગીરીને લઈને વિડિયો વાયરલ થતાં પોલીસ એક્શન

અમદાવાદ : શહેરમાં રીક્ષા ચાલકોની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે, તેવામાં કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રવાસીને રીક્ષામાં બેસાડી રસ્તા વચ્ચે રોકી પૈસા પડાવતા રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકના વાયરલ વિડીયોના આધારે ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : 31મી મેના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક રીક્ષાચાલક રીક્ષામાં બેઠેલા પ્રવાસી પાસેથી બળજબરીથી પૈસા પડાવી તેની સાથે હાથ ચાલાકી કરતો નજરે પડ્યો હતો. જે વિડીયો રેલવે સ્ટેશનની આસપાસનો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ટ્રાફિકને જાણ થતા ASI નીરજસિંહ રાજપૂત તેમજ રાજેશભાઈ મથુરભાઈ તેમજ ભોળાભાઈ જીલુભાઈની ટીમે અલગ અલગ રીતે તપાસ કરતા રીક્ષા ચાલકને ગોમતીપુરમાં તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.

ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ : અકબર ખલીફા નામનાં 38 વર્ષીય રીક્ષા ચાલકની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે રીક્ષાના ડોક્યુમેન્ટ ન હોવાથી તેની સામે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે મોટર વિહીકલ એક્ટની કલમ 207 મુજબ કાર્યવાહી કરી તેની રીક્ષા કબ્જે કરવામાં આવી છે. તેમજ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ પરમીટ રદ્દ કરવા માટે આરટીઓ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

વિડીયો વાયરલ થયો હતો જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ પેસેન્જરને વિનંતી છે કે રીક્ષામાં બેસે તેની ડિટેઈન રાખે અને આવો કોઈ બનાવ બને તો નજીકના પોલીસ મથકે જાણ કરે. - સફિન હસન (અમદાવાદ પૂર્વ ટ્રાફિક DCP)

રીક્ષા ચાલકે શું કહ્યું : વધુમાં રીક્ષા ચાલક સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આરોપી રીક્ષા ચાલકની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે 100 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું અને પેસેન્જરે ન આપતા તેણે છીનવી લીધા હતા. જોકે આ મામલે પોલીસે પેસેન્જરની પણ શોધખોળ કરી છે ત્યારે તે ન મળી આવતા હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Porbandar Crime News : પોરબંદરમાં કિન્નરોને બેફામ માર મારનાર પતિપત્ની સહિત 4 સામે ફરિયાદ નોધાવાઇ
  2. Vapi Crime : માથાભારે રીક્ષાચાલકે મહિલા અને પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું, કેવો પાઠ ભણાવાયો જૂઓ
  3. Viral Video: ઉત્તર પ્રદેશમાં પોલીસ ચોકીમાં ઈન્સ્પેક્ટરે દલિત યુવકને બેરહેમીથી માર્યો

ABOUT THE AUTHOR

...view details